આપઘાતનું કારણ અકબંધ: ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં રહેતી માણાવદર પંથકની બીએચએમએસ તબીબ યુવતીએ ગળાફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવ્યું મળતી વિગતો અનુસાર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે માધવપ્રસાદ ફ્લેટ સોમેંશ્વર ચોકમાં રહેતી મૂળ માણાવદરના નાનડીયા ગામની તબીબ યુવતી જલ્પા પ્રહલાદભાઈ ઘોસિયા ઉ.વ..28નો ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ હતી હાલ આપઘાત નું કારણ જાણવા મળ્યું નથી.ગાંધીગ્રામ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ ને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.



