તાલુકા હેલ્થ ઑફિસરની નિષ્ફળ કામગીરી દાખવી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.3
રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોનો રાફડો ફાટયો છે. રાજુલા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ડીગ્રી વગરના ડોક્ટરો દવાખાનાઓ ખોલીને બેસી ગયા છે. મળતી માહિતી મુજબ આવા ડોક્ટરો પાસે કોઈપણ જાતની ડીગ્રી નથી. બોગસ તબીબો દર્દીઓ પાસેથી બેફામ ઉંધાડી લુંટી કરી રહ્યા છે. આવા ડીગ્રી વગરના બોગસ ડોક્ટરો માનવ જીંદગી સાથે ચેડા કરતા જોવા મળી રહ્યા છે. આવા ડીગ્રી વગરના ડોક્ટરોએ કોરોનાકાળ દરમિયાન પણ અનેક લોકો પાસેથી બેફામ રીતે “લુટો ભાઈ લુટો તે સાર્થક સાથે લુટી પણ લીધા છે. અને છેલ્લા ધણા વર્ષોથી આવા બોગસ ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારોમાં દવાખાના ખોલીને બેસી ગયા છે. મહત્વની વાત એ છેકે બોગસ ડોક્ટરોને આરોગ્ય વિભાગનો ડરજ ન હોય તેમ લાગી રહ્યુ છે. અને પોતાના દવાખાનાઓ ધમધમી રહ્યા છે.
- Advertisement -
ત્યારે અમરેલી જીલ્લાનુ આરોગ્ય તંત્ર નિષ્ફળતામાં હોય તેવું લાગી રહ્યું છે. આરોગ્ય તંત્ર દ્વારા આવા ગ્રામ્ય વિસ્તારોમાં જઈને તપાસ કરવામાં આવે તો ધણા બધાં બોગસ ડોક્ટરો પકડાઇ શકે છે. ખાસ કરીને રાજુલા તાલુકા હેલ્થ ઓફિસર ડો.નિલેશ કલસરીયા દ્વારા કોઇપણ બોગસ ડોક્ટર સામે કાર્યવાહી કરવામા આવતી ન હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. હેલ્થ ઓફિસર દ્વારા તટસ્થ બોગસ ડોક્ટરો સામે તટસ્થ કામગીરી કરવામા આવતી નથી. જેથી હેલ્થ ઓફિસરની કામગીરીઓ સામે સવાલો ઉઠ્યા છે. અને અધિકારી પોતે બેદરકારી દાખવતા હોવાથી આવા બોગસ તબીબો પેઘી ગયાં છે. ગઈકાલે અમરેલી એસ.ઓ.જી.પોલીસ દ્વારા એક નકલી તબીબને પકડી પાડયો છે. તો શું આરોગ્ય વિભાગની કામગીરી ફકત કાગળ પર જ સાબીત થય છે. રાજુલા બ્લોક હેલ્થ ઓફિસર હવે જાગે અને ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામા આવે જેથી માનવ જીંદગી સાથે ચેડા થતાં બંધ થઇ શકે હવે આરોગ્ય તંત્ર દ્વારા આવા બોગસ ડોક્ટરોની તપાસ કરવી જરૂરી બની છે. વહેલામાં વહેલી તકે તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.