બાળકીને ખાડામાં દાટી પથ્થર મૂકી છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત જનેતાના નામને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગત અઠવાડિયે મૂળી પંથકમાં તાજી જન્મેલી બાળકીને ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી ત્યારે ફરી એક વખત ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારમાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે સીમ વિસ્તારમાંથી જન્મેલી બાળકીને જમીનમાં ખાડો ખોદી દાટી તેના પર પથ્થર મૂકી પાપ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
- Advertisement -
પરંતુ કહેવાય છે ને કે બાળકો તો ભગવાનનું રૂપ હોય છે અને તેને ભગવાન જ રાખે છે તે પ્રકારે આ પથ્થરની આડમાં છુપાવેલી બાળકી પર ત્યાંથી નીકળેલા રાહદારીની નજર પડતાં જ તાત્કાલિક અન્ય ગ્રામજનોને સ્થળ પર બોલાવી બાળકી પર રાખેલા પથ્થર હટાવી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવી હતી જ્યારે સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે આ તરફ પોતાનું પાપ છુપાવવા બાળકીને મોતના મોઢામાં તરછોડી જનાર માતા અને પરિવાર સામે ગ્રામજનો દ્વારા ફિટકાર વરસાવ્યો હતો.