ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી રૂ પાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કમિટીમાં નિર્ણય
રાજકોટની કરણસિંહજી હાઈસ્કૂલ અને શ્રી બાઈસાહેબા ગર્લ્સ સ્કૂલનું PPP ધોરણે નવીનીકરણ
ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે રાજકોટના વિવિધ વિકાસકામો માટેની ગાંધીનગર ખાતે હાઈપાવર કમિટીની બેઠક મળી હતી. કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા રાજકોટમાં શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ તબક્કે 300 બેડની તેમજ આગામી સમયમાં તેમાં 100 બેડ વધારીને કુલ 400 બેડની હોસ્પિટલ તૈયાર કરવાનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો છે. શ્રીમતી મનુબેન ઢેબર સેનેટોરિયમ હાલમાં જર્જરિત અને બિનઉપયોગી હાલત હોઈ તે સ્થાન ઉપર નવી હોસ્પિટલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજકોટની ઐતિહાસિક કરણસિંહજી હાઈસ્કૂલ અને શ્રી બાઈસાહેબા ગલ્સ સ્કૂલનું જૂનું માળખું જળવાઈ રહે તેને ધ્યાને રાખીને શિક્ષણના હેતુ માટે તેનો ઙઙઙ ધોરણે નવીનીકરણ કરવાનો પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આ બંને સ્કૂલોના મેદાન એક કરીને એક વિશાળ મેદાન તૈયાર કરવામાં આવશે.


