કોઈ મજૂર હાજર નહિ હોવાથી મોટી જાનહાનિ ટળી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મવડી ચોકડી પાસે નવા બની રહેલા ફ્લેટવાળી જગ્યાએ 40 વર્ષ જૂનું જર્જરિત મકાન ગત સાંજે અચાનક તૂટી પડતાં નાસભાગ મચી ગઈ હતી જો કે મકાન અગાઉથી જ ખાલી કરાવી નાખ્યું હોય અને સવારે જ નીચેથી પથ્થરો પડતાં હોવાથી અંહી ચાલતું કામ પણ બંધ કરાવી દીધું હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
રાજકોટના મવડી વિસ્તારમાં સમી સાંજે એક 40 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી સંજયભાઈ નામના વેપારી આ જગ્યાએ ફ્લેટ બનાવતા હોય પોતે આ મકાન પણ ખરીદી કર્યું હતું પણ જર્જરિત હોવાથી ખાલી હતું સાવરર પાયાનું કામ ચાલતું હતું ત્યારે નીચેથી પથ્થર સરકવા લાગતા આ મકાન ગમે તે ઘડીએ પડે તેવી સંભાવના વર્તાતિ હોવાથી સવારે 5 કલાક પૂર્વે જ કામ બંધ કરાવી દીધું હતું અને મજૂરોને ઘરે જવા દીધા હતા દરમિયાન સાંજે સાડા ચાર આસપાસ મકાન તૂટી પડ્યું હતું જો કે અગાઉથી જ બધાને દૂર ખસેડી કામ બંધ કરી દીધું હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી બનાવને પગલે ફાયર, પોલીસ, કોર્પોરેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.
- Advertisement -
પથ્થરો સરકવા લાગતાં વેપારી બાંધકામ બંધ કરાવી દીધું હતું



