ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના સાઇ બાબા મંદિર નજીક બપોરે દેવકા નદીમાં નહાવા પડેલા 35 વર્ષીય યુવકનું ડૂબી જવાના કારણે મોત નિપજ્યું હતું.ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો.આ અંગેની વધુ વિગતો જાણવા મળતા બપોરના 3 વાગ્યાના અરસામાં હુડકો સોસાયટી આસપાસ રહેતો યુવાન જમીને નજીકની દેવકા નદીમાં ન્હાવા પડ્યો હતો પરંતુ પાણીની ઊંડાઈ વધારે હોવાના કારણે ડૂબી ગયો હતો.જેની જાણ આસપાસના લોકોને થતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.જેના પગલે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દોઢ કલાકની મહેનત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.આ કામગીરીમાં ફાયર વિભાગના પ્રતીકદાન ગઢવી, સુનીલકુમાર ચુડાસમા, ભૌમિકસિંહ પરમાર, હરપાલસિંહ બાબુભાઈ ખેર સહિતના જોડાયા હતા.