રાજકોટમાં વધુ બે લોકોને હૃદય રોગનો હુમલો
યુવક અને મહિલા બંને માનસિક બીમારીથી પીડાતા હોવાનું બહાર આવ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો યથાવત રહ્યો છે શહેરના થોરાળા વિસ્તારમાં રહેતા 27 વર્ષીય યુવકનું અને પંચવટી પાર્કમાં માવતરે ઉતરાયણ કરવા આવેલી 46 વર્ષીય મહિલાનું હ્રદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શહેરના થોરાળા મેઈન રોડ પર રહેતા 27 વર્ષીય પિયુષ હસમુખભાઈ માલકીયા ગઈકાલે ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં થોરાળા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક માનસીક બીમારીથી પીડાત હોય જેથી કાઇ કામધંધો ન કરતો હોવાનું જાણવા મળ્યું છે મૃતક ત્રણ ભાઈમાં મોટો હોય પરીવારમાં શોક વ્યાપી ગયો છે જ્યારે સ્વામીના ગઢડા ખાતે સાસરું ધરાવતા 46 વર્ષીય નિધીબેન જીગ્નેશભાઈ સોમાણી ઉતરાયણના દિવસે રાજકોટના પંચવટી પાર્કમાં રહેતા પિતા છગનભાઈના ઘરે તહેવારની ઉજવણી કરવા આવ્યા હતા ગઈકાલે તે અચાનક બેભાન થઈ ઢળી પડતા સીવીલ હોસ્પીટલે ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજયું હતું. માલવીયાનગર પોલીસના સ્ટાફે દોડી જઈ તપાસ કરતાં તેઓ 25 વર્ષથી માનસીક બીમારીથી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે બંનેના હાર્ટએટેકથી મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે.