ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની માધાપર ચોકડીના રહેવાસી દેવેન્દ્રભાઈ મહેશભાઈ આચાર્યએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેમનો દીકરો પાર્થ બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન સદગુરુ આશ્રમમાં રહીને ધોરણ 9 માં અભ્યાસ કરે છે જે ગત તા. 31 જુલાઈના રોજ લાપતા થયો છે. આ બનાવમાં ફરિયાદી તેમજ સાળા અનિરુદ્ધભાઇ ભરતભાઈ હેડાવ રહે. મોરબી વાળા બંને સદગુરુ આશ્રમ ખોખરા હનુમાન પાસે પાર્થની તપાસ કરવા ગયા હતા જ્યાં સીસીટીવી કેમેરા ચેક કરતા તા. 31 જુલાઈના રોજ વહેલી સવારે સાડા પાંચેક વાગ્યે પાર્થ આશ્રમથી એકલો થેલી લઈને બહાર જતો દેખાયો હતો જેથી જુદી-જુદી હોટલ અને જાહેર સ્થળોએ તપાસ કરવા છતાં મળ્યો ન હતો. આ બનાવના પાંચ દિવસ પૂર્વે પાર્થ તેના સાઢુભાઈ નિખીલભાઈના ઘરે ગયેલ હોય ત્યારે ફરિયાદી પિતા મળવા ગયા હતા ત્યારે પાર્થે અભ્યાસ ન કરવાનું જણાવતા પિતાએ નવમું ધોરણ પૂરું કરી લે કહીને ઠપકો આપ્યો હતો જે પાર્થને ગમ્યું ન હતો જેથી પાર્થ ગત તા. 31 જુલાઈના રોજ વહેલી સવારે સદગુરુ આશ્રમ ખોખરા હનુમાન ખાતેથી જતો રહ્યા હોવાનું જણાવ્યું હતું.
મોરબી તાલુકા પોલીસે 14 વર્ષના સગીરના ગુમ થવાના બનાવમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.