કિશોરએ કહ્યું, મારે જોવું હતું કેવું લાગે છે, પૂછપરછ બાદ તેને અફઘાનિસ્તાન પાછો મોકલી દેવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23
અફઘાનિસ્તાનનો એક 13 વર્ષનો કિશોર વિમાનના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને ભારતમાં આવી ગયો હતો. આ ઘટના રવિવાર, 21 સપ્ટેમ્બરના રોજ બની હતી.
અફઘાનિસ્તાનની ઊંઅખ એરલાઇન્સની ફ્લાઇટ છચ-4401 કાબુલના હામિદ કરઝાઈ એરપોર્ટથી સવારે 8:46 વાગ્યે ઈંજઝ પર ઉડાન ભરી હતી અને સવારે 10:20 વાગ્યે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 3 પર લેન્ડ થઈ હતી.
- Advertisement -
એરલાઇન સ્ટાફે ફ્લાઇટની નજીક એક છોકરાને ભટકતો જોયો. તેમણે તાત્કાલિક અધિકારીઓને જાણ કરી. ત્યાર બાદ ઈઈંજઋએ કિશોરની અટકાયત કરી અને તેને પોલીસને સોંપી દીધો.
અફઘાનિસ્તાનના કુન્દુઝના રહેવાસી આ છોકરાએ અધિકારીઓને જણાવ્યું કે તેણે જિજ્ઞાસાથી આ કર્યું છે. તે જોવા માગતો હતો કે કેવું લાગે છે. સોમવારે, અધિકારીઓએ જણાવ્યું હતું કે કિશોર કાબુલ એરપોર્ટમાં ઘૂસી ગયો હતો અને વિમાનના પાછળના લેન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશવામાં સફળ રહ્યો હતો. સંપૂર્ણ તપાસ પછી વિમાનને સલામત જાહેર કરવામાં આવ્યું હતું. એ જ દિવસે એ જ ફ્લાઇટમાં કિશોરને અફઘાનિસ્તાન પરત મોકલવામાં આવ્યો હતો.
નિષ્ણાતો આશ્ચર્યચકિત છે કે કિશોર જીવતો દિલ્હી પહોંચી ગયો, કારણ કે લેન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટ વિમાનના સૌથી નીચલા ભાગમાં સ્થિત છે, જેમાં સલામતી ઉપકરણો, બ્રેકિંગ સિસ્ટમ અને હાઇડ્રોલિક પાઈપો છે.
આ ઊંચાઈએ (લગભગ 30,000 ફૂટ અથવા 9 કિલોમીટર) તાપમાન શૂન્યથી નીચે હોય છે અને ઓક્સિજનનો સ્તર ખૂબ ઓછો હોય છે.
આવી પરિસ્થિતિઓમાં કોઈપણ માટે જીવવું મુશ્કેલ છે. અતિશય ઠંડી, ઓક્સિજનનું ઓછો સ્તર અને પવનની ઝડપી ગતિ ઠંડક, હાઇપોક્સિયા (ઓક્સિજનનો અભાવ) અને ગંભીર ઈજાનું જોખમ ઊભું કરે છે. આવા છુપાવવાના પ્રયાસોમાં બચવાનો દર અત્યંત ઓછો છે, વિશ્વભરમાં ફક્ત 20% લોકો જ બચી શક્યા છે.



