મોરબીના ઇન્સ્ટા ફ્રેન્ડની ઓફર ઠુકરાવતા ફેક આઇડી બનાવી સગાઇ તોડાવવાનો પ્રયાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
મૂળ રાજકોટની અને હાલ જુનાગઢ હોસ્ટેલમાં રહી ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય તરુણીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે પ્રાથમિક તપાસમાં સગીરાનો સોશિયલ મીડિયા મારફત મોરબીના ઢૂંવા ગામના યુવાન સાથે સંપર્ક થયો હતો ત્યાર બાદ આ ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે ફેક આઇડી બનાવ્યું હોવાથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો પોલીસ આ અંગે ગુનો ન નોંધતી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
- Advertisement -
રાજકોટના યુનિવર્સિટી રોડ પર, પુષ્કરધામ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય તરુણીએ ગઈકાલે મોડી રાત્રે પોતાના ઘરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેણીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં તરુણીના પિતા હયાત નથી તેણી જૂનાગઢ હોસ્ટેલમાં રહી ધોરણ 12 માં અભ્યાસ કરે છે તેણીની સગાઈ નક્કી થઈ ગઈ છે જે યુવક સાથે સગાઈ થઈ છે તે યુવકને ઇન્સ્ટાગ્રામ સજેશનમાં તરુણીના નામનું એકાઉન્ટ જોવા મળે છે જેથી તે આ એકાઉન્ટ ઉપર મેસેજ કરે છે. જેમાં સામા પક્ષે રીપ્લાય મળે છે કે તે એકાઉન્ટ મોરબી જિલ્લાના હળવદ નજીક આવેલ ઢુંવા ગામનો કોઈ યુવાન હેન્ડલ કરે છે. જેથી તેણીના મંગેતરે તેણીના મમ્મીને વાત કરી હતી. જેથી તેણીના માતાએ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથકે દીકરીનું ફેક આઈડી બનાવવામાં આવ્યું હોવાની જાણ કરી હતી સાઇબર ક્રાઇમમાંથી 1930 ઉપર ફરિયાદ નોંધાવવાનું જણાવતા તે મુજબ ફરિયાદ નોંધાવી હતી જે પછી રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસમાંથી ફોન આવેલો અને તમારી દીકરીને લઈને સાઇબર ક્રાઇમ પોલીસ મથકે આવો તેવું જણાવવામાં આવ્યું હતું આ પછી દીકરીને લઈ સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ગયા હતા જ્યાં તેની માતાને જણાવ્યું હતું કે ઢુંવાના યુવાન સાથે દીકરીને ઇન્સ્ટાગ્રામ મારફત સંપર્ક થયો હતો ત્યાર બાદ ઢુંવાના યુવાને બીભત્સ માંગણી કરી લગ્નની લાલચ આપી હતી જે દીકરીએ સ્વીકારી ન હતી જેથી તે શખ્સે ફેક આઇડી બનાવ્યાનું અનુમાન છે આ કાર્યવાહી દરમિયાન ટેન્શનમાં આવી જતા તરુણીએ ફિનાઈલ પી લીધું હોવાનું જાણવા મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



