પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ, અસામાજિક તત્વોમાં ફફડાટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં અસામાજિક તત્વોના વધતા આતંક વચ્ચે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ત્રિકોણ બાગ, બસ સ્ટેન્ડ, ભુતખાના ચોક જેવા વિસ્તારોમાં આવેલી દુકાનો પર શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. રોડ પર અડચણરૂપ પાર્ક કરેલા વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી તથા દુકાન ચલાવતા દુકાનદારોને પણ કડક ચેતવણી આપવામાં આવી હતી વાહન વ્યવસ્થિત રીતે પાર્કિંગ કરાવા તેમજ કોઈ લુખા તત્વો હેરાન પરેસાન કરે તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવો.