જિલ્લા વિકાસ અધિકારીએ તટસ્થ તપાસ કરી પગલાં લેવાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના માણાવદરની ટ્યુલિપ હોસ્પિટલમાં ત્રણ પ્રસુતાઓના મોત મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, માણાવદરની પ્રાઈવેટ ટ્યુલિપ હોસ્પિટલમાં આજથી દોઢક માસ પહેલાં એક સપ્તાહની અંદર ત્રણ પ્રસ્તુતાંના પ્રસ્તુતી દરમિયાન સારવાર દરમિયાન મોત થયાની ધટના સામે આવી હતી જેને પગલે આ ગંભીર ઘટનામાં જવાબદારો સામે કડક પગલાં ભરવા માટેની માંગ તેમના પરિવારો દ્વારા કરવામાં આવી હતી અને તેને દયાનમાં રાખી તાત્કાલિક એક તપાસ સમિતિ નિમાઈ હતી ત્યારે આજે દોઢ માસ બાદ તપાસ સમિતિ એ તટસ્થ તપાસના અંતે રિપોર્ટ રજૂ ર્ક્યોે છે અને જેને પગલે હવે જે કોઈ કસુરવાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખે જણાવ્યું હતું .માણાવદરમાં આવેલ ટ્યુલિપ હોસ્પિટલમાં પ્રસુતિ દરમ્યાન ફક્ત એક અઠવાડિયામાં ટુંકા ગાળામાં ત્રણ પ્રસૂતાના મોત થયા હતા અને આ ગંભીર ધટનાથી સમગ્ર સોરઠમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી અને પરિવાર જનોએ ડોક્ટરની બેદરકારીથી આ ત્રણેય પ્રસ્તુતા મહિલાઓનાં મોત થયા હોવાનું જણાવ્યું હતું અને સમગ્ર બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ બાબતે જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસના અંતે ત્રણેય પ્રસ્તુતાના પરિવારના લોકો ને ન્યાય મળે તેવો રિપોર્ટ તૈયાર કરાયો છે અને તેમાં અનેક લોકોના નિવેદનો લેવાયા છે અને ત્યાર બાદ આ તટસ્થ તપાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તે રિપોર્ટ અમોએ ઉપર મોકલી આપ્યો છે અને ટુંક સમયમાં કસુરવાર જે કોઈ હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ મિરાંત પરિખ જીલ્લા વિકાસ અધિકારીએ મિડિયા સાથેની એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું.