ખાસ-ખબર સંવાદદાતા
તા.29 ના સાંજના સમયે એક અરજદાર કૈલાશભાઇ કરમશિભાઇ શંખાવરા ઉ.વ.39 રહે-શિવધારા રેસીડેન્શી શેરી નં.04 રાજકોટ વાળા પોલીસ સ્ટેશન રૂબરૂ આવી જણાવતા હોય કે તેમનો દિકરો ઓમ ઉ.વ.-6.5 વાળો જે માનસીક તથા બોલી શક્તો ન હોય જે સાયલક લઇને પોતાના ઘરેથી નીકળી ગયેલ છે.
તેવી હકીકત આપતા અમો પોલીસ ઈન્સ્પેક્ટર આર.જી.બારોટ નાઓએ તુરત જ સદર બનાવની ગંભીરતા સમજી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી સદર બાળકની શોધખોળ કરવા સુચન કરતા આ ઉપરોક્ત ટીમોએ બાળકની શોધખોળ હાથ ધરેલ દરમ્યાન આશરે બે-ત્રણ કલાકની ભારે જહેમત બાદ સદર બાળક હોસ્પીટલ ખાતેથી મળી આવેલ હોય જેથી સદર બાળક ઓમ ઉ.વ.-6.5 વાળા ને તેના પિતા લાશભાઇ કરમશિભાઇ શંખાવરા ઉ.વ.39 રહે-શિવધારા રેસીડેન્શી શેરી નં.04 રાજકોટ નાઓને સોપી આપેલ છે. અને પોલીસ પ્રજા નો મિત્ર છે તે સુત્ર સાર્થક કરેલ છે. આ કામગીરી કરનાર અધિકારી/ કર્મચારીઓ: બી ડીવી. પો.સ્ટે. પોલીસ ઈન્સ્પેક્ટર આર.જી.બારોટ તથા એ. ડીવી. પો.સ્ટે. પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ.હિરપરા તથા પો.કોન્સ. પંકજભાઇ માળી તથા ધનાભાઇ ભુંડીયા તથા એ. ડીવી. પો.સ્ટે. પો.સ્ટાફ પો.કોન્સ. વજુભાઇ ડાભી તથા ડ્રા.સાહીલભાઇ બોરીચા તથા એસ.આર.પી. પ્રતાપભાઇ ગઢવી તથા સ્ટાફના માણસો.