૧૦૮ ના કર્મનિષ્ઠ જવાનો તેમની સેવાના ભાગરૂપે અકસ્માતમાં ઘાયલ સહીત ઇમર્જન્સીમાં દર્દીઓને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની ફરજનીષ્ટ કામગીરી કરી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં દર્દી પાસે રહેલ રોકડ તેમજ મુદ્દામાલ તેઓના પરિવારજનોને પરત કરી આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે.
હાલમાં જ આવો એક કીસો સામે આવ્યો છે. એક્ટિવ પર જતા ચિરાગભાઈ રાવલને સ્વામિનારાયણ ગુરુકુળ પાસે અન્ય ટુ વહીલર સાથે અકસ્માત થતા તેઓને ૧૦૮ ની ટીમ મારફત સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક પહોચાડયા હતાં.
- Advertisement -
ચિરાગભાઈ પાસે રૂ. ૧૫૦૦ ની રોકડ રકમ, સોનાની ચેન, ફોર વહીલરની ચાવી તેમજ રૂ. ૨૦ હજારની કિંમતનો મોબાઈલ હતો. ૧૦૮ ના પાયલોટ શ્રી ગોપાલ ડાંગર અને ઈ.એમ.ટી. ના સભ્ય શ્રી કિશનભાઇ રાજાણીએ આ તમામ વસ્તુ તેમના પરિવાજનોને બોલાવી પરત કરી માનવતાના દર્શન કરાવ્યા હતા.
આશરે રૂ. ૬૮ હજારનો કિંમતી સામાન પરત મળતા તેમના પરિવારજનોએ ૧૦૮ ની ટીમનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ૧૦૮ ના પ્રોજેક્ટ મેનેજર મિલન પટેલ તેમજ વિરલ ભટ્ટે ૧૦૮ ની ટીમને બિરદાવી હતી.