કરા સાથે વરસાદ થતાં શિમલા-મનાલી જેવો માહોલ
ગઇકાલે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રભરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ગીર-સોમનાથ, જુનાગઢ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટ-અમદાવાદ હાઈવે પર આવેલા માલિયાસણ ઓવરબ્રિજ પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી. મોટી સંખ્યામાં કરા પડતા શિમલા-મનાલી જેવા વાતાવરણ લોકોએ અનુભવ્યું હતું. તો વાહનચાલકો થોડીક મિનિટો માટે હાઇવે પર ઊભા રહી સેલ્ફી અને ફોટા પાડતા નજરે પડ્યાં હતાં. ગઇકાલે વહેલી સવારથી સૌરાષ્ટ્રના મોટા ભાગમાં ધીમેધારાથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સૌથી વધુ જુનાગઢ જીલ્લામાં 10 વાગ્યા સુધીમાં એક ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. તેમજ જ કરા સાથે વરસાદ પડતા હાઈવે પર બરફની ચાદર પથરાઈ હતી. રાજકોટ-અમદાવાદ હાઈવે પર કરા પડતા લોકો પણ પોતાના વાહન રોકી રસ્તા પર ફોટા તેમજ સેલ્ફી લેતા નજરે પડ્યા હતા.
- Advertisement -
છૂટા છવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં ઝાકળની ચાદર પથરાઈ, વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે રાજ્યમાં છૂટાછવાયા વરસાદ બાદ આજે વહેલી સવારથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ઝાકળની ચાદર પથરાઈ હતી. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઝાકળને કારણે હાઇવે પર વિઝિબિલીટીમાં ઘટાડો થતાં વાહનચાલકોને પણ ભારે હાલકી સામનો કરવો પડયો હતો. આજે ઝાકળની સાથે શિયાળાનો પણ અનુભવ થયો હતો. ગઈકાલે સૌરાષ્ટ્રભરમાં પડેલા કમોસમી વરસાદ કારણે અનેક જગ્યાએ નુકસાની થયાના સમાચારો સામે આવ્યા છે. તેમજ વીજળી પડવાના લીધે સૌરાષ્ટ્રમાં ચાર જેટલા લોકોના મોતની નીપજ્યા છે. તેમજ સાતથી વધુ લોકો અલગ અલગ કારણોસર ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. ગઈકાલે વરસાદ બાદ આજે સૌરાષ્ટ્રના વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાકળ વર્ષા જોવા મળી હતી.