ગિરનાર લીલી પરિક્રમામાં હૈયે હૈયું દળાયું
પરિક્રમા પૂર્ણ કરી ગિરનાર ધર્મસ્થાનોના દર્શન કરતા ભાવિકો: પુણ્યનું ભાથું બાંધી સતાધાર અને પરબધામના દર્શને ભાવિકો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આદિ અનાદિ કાળથી યોજાતી ગિરનારની લીલુડી પરિક્રમામાં પ્રતિ વર્ષ ભાવિકોનો વધારો થતો જાય છે ત્યારે આ વર્ષે પણ સવાર સુધીમાં 8 લાખ ભાવિકો પધાર્યા હોવાનો આંકડો સામે આવ્યો હતો હજુ પરિક્રમાને ત્રણ દિવસ બાકી છે ત્યારે 10 લાખ પરિક્રમાર્થીઓ પરિક્રમામાં કરશે ત્યારે પાંચ લાખ લોકોએ તો પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. છેલ્લા બે દિવસ થી પરિક્રમા રૂટ પર લાખો ભવિકો ઉમટી પડતા હૈયે હૈયું દળાયું તેવો નજારો જોવા મળ્યો હતો અને રૂટ પરના અન્નક્ષેત્રોમાં ભાવિકોનો ઘસારો જોવા મળ્યો હતો તેની સાથે પરિવાર અને ગ્રુપમાં આવેલ મંડળો દ્વારા ગિરનારી મહારાજના પ્રભુ ભજન સાથેની જમાવટ જોવા મળી હતી અને વિવિધ અન્નક્ષેત્રોની ભોજન વ્યવસ્થાનો સ્વાદ માણ્યો હતો પગપાળા ચાલીને જય ગિરનારીના નાદ સાથે કુદરતી સૌંદર્ય મોજ માણતા માણતા પરિક્રમા કરતા પરિક્રમાર્થીઓ જોવા મળ્યા હતા. પરિક્રમા રૂટ પર જંગલ આસપાસના વિસ્તારોમાં ખુલ્લી જગ્યામાં ભાવિકો સાથે લાવેલ સીધું સામગ્રી સાથે પોતાના હાથે બનાવેલ ભોજન કરી આનંદ માણતા જોવા મળ્યા હતા તેની સાથે જંગલમાં સાધુ સંતોએ ધુણી ધાખવી હતી અને ભક્તોએ સાધુના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી આમ પરિક્રમા રૂટ પર ભાવિકો ભજન ભોજન અને ભક્તિ સાથે પરિક્રમા કરતા જોવા મળ્યા હતા અને ભવે ભવનું પુણ્યનું ભાથું બાંધીને લાખો પરિક્રમાર્થીઓ જૂનાગઢ પાસે આવેલ પરબધામ જગ્યા તેમજ આપાગીગા દેવ સ્થાન સતાધાર ધામ પોહચ્યાં હતા અને ત્યાંથી સોમનાથ સહીત આસપાસના ધર્મ સ્થાનો દર્શન કરવા ઉમટી પડયા હતા.
- Advertisement -
બોરદેવી પાસે દીપડાના હુમલામાં 11 વર્ષની બાળકીનું મોત
જૂનાગઢ ગિરનાર જંગલ અભ્યારણમાં યોજાય છે ત્યારે અનેક વાર પરિક્રમા રૂટ પર સિંહ જેવા વન્ય પ્રાણી આવી ચડયાના બનાવો સામે આવ્યા છે ત્યારે આજે સવારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિકટર ગામની પાયલ લખમણભાઈ સાખન તેના પરિવાર સાથે પરિક્રમા કરવા આવ્યા હતા ત્યારે બોરદેવી પાસે બાવરકાટ વિસ્તરામાં પરિવારના સભ્યો ચૂલો પ્રગટાવતા હતા ત્યારે પાયલ તેનાથી ચાર પાંચ ફૂટ દૂર હતી અને અચાનક દીપડો આવી ચડયો હતો અને ગળકથી પકડી જંગલ તરફ ઢસડી ગયો હતો અને પરિવાર જોય જતા તુરંત દીપડા પાછળ દોડયા હતા અને વન વિભાગને જાણ કરી હતી ત્યારે જંગલ વિસ્તરામાંથી 11 વર્ષની બાળકી મૂર્તદેહ મળી આવ્યા હતો બાળકીનું મૃત્યુ થતા પરિવારમાં શોક ફેલાયો હતો.