અમેરિકી નાણામંત્રી યેલેન પ્રતિનિધિત્વ કરશે: ચીનના વડાપ્રધાન જોડાશે
દેશને જી.20 દેશોના અધ્યક્ષપદ અને સપ્ટેમ્બરમાં યોજાયેલા શિખર સંમેલન સહિત જી.20ની શ્રેણીબદ્ધ બેઠકો બાદ આવતીકાલે ભારત આ અધ્યક્ષપદ ઈન્ડોનેશિયાને વિધિવત રીતે સુપ્રત કરે તે પુર્વે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં જી.20ની વર્ચ્યુઅલ બેઠક પણ મળશે. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીન તથા ચીનના વડાપ્રધાન લી કિયાંગ ઉપરાંત કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો પણ વર્ચ્યુઅલ હાજરી આપશે.
- Advertisement -
સપ્ટેમ્બરમાં જી.20ની શિખર બેઠકની પુર્ણાહુતી સમયે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષના અંતે ભારત આખરી વર્ચ્યુઅલ બેઠક યોજવા માંગે છે તે પ્રસ્તાવ સ્વીકારી લેવાયો હતો. આજે સાંજે પાંચ વાગ્યે આ બેઠકનો પ્રારંભ થશે. જેમાં દિલ્હી ડેકલેરેશનના અમલ કરવાની ચર્ચા અને તેની સામેના પડકાર વિ. પર ચર્ચા થશે
તો આ બેઠક પર ઈઝરાયેલ-હમાસ સંઘર્ષનો પડછાયો પડે નહી તે જોવામાં આવશે. જી.20ની દિલ્હી બેઠક બાદ ભારતથી પરત ગયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના ખાલીસ્તાની નેતાની હત્યામાં ભારત સરકારની ભૂમિકા અંગે પ્રશ્ન ઉઠાવી જે વિવાદ સર્જયો છે અને બન્ને દેશોના સંબંધોમાં જે તનાવ આવ્યો છે તે વચ્ચે જસ્ટીન ટ્રુડો અને વડાપ્રધાન મોદી પ્રથમ વખત વર્ચ્યુઅલી સામસામા હશે. જો કે આ પ્લેટફોર્મ પર દ્વીપક્ષી સંબંધોને કોઈ સ્થાન નથી. તેથી બન્ને રાષ્ટ્રવડાઓ તનાવ મુદે મૌન રહે તેવી ધારણા છે.