ભારતીય નેવી સતત પોતાની તાકાતમાં વધારો કરી રહી છે. હાલમાં જ એક મોટી સફળતા હાથ લાગી છે. હાલમાં જ બનીને તૈયાર થયેલી નેવીના નવીનતમ સ્વદેશી મિસાઇલ-ઇમ્ફાલ પહેલા અને સચોટ પ્રહારમાં મિસાઇલનો નાશ કરવામાં સફળતા મળી છે.
નેવીએ નિવેદનમાં કહ્યું કે, ભારતીય નૌસેનાના નવીનતમ સ્વદેશી મિસાઇલ વિનાશક – ઇમ્ફાલ(યાર્ડ 12706)થી સક્ષમ પ્રહાર કર્યો હતો. સમુદ્રમાં આપણી પહેલી બ્રહ્મોસ ફાયરિંગમાં ઇમ્ફાલે સચોટ નિશાનો સાધ્યો છે. જેને નેવીની ભાષામાં બુલ્સ આઇ સ્કોટ કર્યો એમ કહેવાય છે.
- Advertisement -
નેવીએ હુંકાર- કોઇ પણ સમયે યુદ્ધ માટે તૈયાર
નેવીના જણાવ્યા અનુસાર, કોઇ જહાજનું સેનામાં સામેલ થતાં પહેલા વિસ્તારિત રેન્જવાળી બ્રહ્મોસ મિસાઇલનું પહેલીવાર પરિક્ષણ કરવામાં આવ્યું છે. આ પ્રયોગથી નેવી એ સંદેશો આપે છે કે, કોઇ પણ સમયે યુદ્ધ માટે નેવી સંપૂર્ણ તૈયાર છે.
#WATCH | Imphal (Yard 12706), Indian Navy’s latest indigenous guided missile destroyer, scored ‘Bulls Eye’ in her maiden Brahmos firing at sea.
First ever test-firing of Extended Range Brahmos missile before a ship’s commissioning underscores Indian Navy’s unwavering focus on… pic.twitter.com/hdXFGXS7se
- Advertisement -
— ANI (@ANI) November 22, 2023
આત્મનિર્ભર ભારત પર નેવીને ભરોસો
સ્વદેશી મિસાઇલ ઇમ્ફાલથી મિસાઇલનો નાશ કરવામાં મળેલી સફળતાને દર્શાવતા કહ્યું કે, આ પરિક્ષણથી આત્મનિર્ભર ભારત હેઠળ જહાજ નિર્માણની ક્ષમતા વિશે જાણકારી મળે છે. ઇમ્ફાલને સેનામાં સામેલ કરવાનો નિર્ણય દર્શાવે છે કે, નેવી સ્વદેશી હથિયારો અને પ્લેટફોર્મની સુનિશ્ચિત વિશ્વનિયતા પર ફોક્સ કરી રહી છે.
સ્વદેશી સ્ટીલથી બનેલું જહાજ 164 મીટર લાંબુ છે
જહાજને નેવીમાં સામેલ કર્યે પછી નેવીએ 20 ઓક્ટોમ્બરના જાહેર કરેલા નિવેદમાં કહ્યું કે, જહાજ નિર્માણ સ્વદેશઈ સ્ટીલ DMR 249A નો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇમ્ફાલ ભારતમાં નિર્માણ પામેલ સૌથી મોટા જહાજોમાનું એક છે. જેની લંબાઇ 164 મીટર છે.
ઇમ્ફાલ મિસાઇલથી સુસજ્જ
ઇમ્ફાલ જહાજની ક્ષમતા વિશે નેવીએ જણાવ્યું કે, આ સપાટીથી સપાટી પર વાર કરનારી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલ અને મધ્યમ સપાટીથી હવામાં વાર કરનારી બરાક-8 મિસાઇલોથી સજ્જ છે. સમુદ્રની અંદર યુદ્ધની ક્ષમતા માટે વિદ્વંસક જહાજમાં કેટલીય બીજી સુવિધાઓ પણ જોડાયેલી છે.