કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘પનૌતી’ કહ્યું છે. જેના પર ભાજપ સમર્થક ગુસ્સે ભરાયા છે. ભાજપ નેતાઓએ રાહુલ ગાંધીની ભાષાને અશોભનીય ગણાવતા મોફી માંગવાની વાત કરી છે.
હવે આના પર પૂર્વ સીએમ અને રાજ્યસભાના સદસ્ય દિગ્વિજયસિંહ સિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે એક્સ પર લખ્યું કે, ‘પનૌતી’નો અર્થ શું છે? મે જાણકારી મેળવી. આ એક નકારાત્મક શબ્દ છે. જો કોઇ કામ પૂર્ણ થતા પહેલાં અટકી જાય તો તેના માટે ‘પનૌતી’ શબ્દનો ઉપયોગ થાય છે. ‘પનૌતી’ શબ્દનો ઉપયોગ એવા વ્યક્તિ માટે કરવામાં આવે છે, જે પોતાના આશ-પાસના લોકો માટે દુર્ભાગ્યપૂર્ણ અને ખરાબ સમાચાર લાવે છે, જેને નકારાત્મક શબ્દ કહે છે. વિશ્વ કપ પ્રારંભ થતા જ સોશયલ મીડિયા પર આ શબ્દ ટ્રેન્ડ કરી રહ્યો છે. જે કોના માટે કહેવામાં આવ્યો? સ્ટેડિયમમાં હજારો લોકો હતા. ભાજપે મોદીજીને ‘પનૌતી’ કેમ માની લીધી. તેઓ તો એની નજરમાં વિશ્વગુરૂ છે.
- Advertisement -
“पनौती” का क्या अर्थ है? मैंने पता लगाया। यह एक नकारात्मक शब्द है। जब कोई काम होते-होते रह जाए तो उस इंसान को 'पनौती' कह दिया जाता है। पनौती शब्द का इस्तेमाल उस व्यक्ति के लिए किया जाता है जो अपने आस-पास के लोगों के लिए दुर्भाग्य या बुरी खबर लाता है, इसीलिए इसे नकारात्मक शब्द…
— digvijaya singh (@digvijaya_28) November 22, 2023
- Advertisement -
જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ કપનો ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર હતા. આ મેટ ઓસ્ટ્રેલિયા સામે ભારત હારી ગયું હતું. આ વાતને મુદા બનાવીને રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ‘પનૌતી’ સાથે કરી છે. રાહુલ ગાંધી મંગળવારના રાજસ્થાનના જાલૌરમાં એક રેલીમાં વડાપ્રધાન પર નિશાન સાધતા વડાપ્રધાન મોદીને ‘પનૌતી’ કહ્યું હતું. આનિવેદન પછી ભાજપે રાહુલ ગાંધી પર વળતો હુમલો કર્યો હતો.