કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરએ કહ્યું કે, આ મિશન હેઠળ 5,000 ફિલ્મો પુનઃસ્થાપિત કરવામાં આવશે અને ડિજિટલાઇઝ કરવામાં આવશે
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, આગામી પાંચ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું મીડિયા અને મનોરંજન બજાર બની જશે. ઠાકુરે સોમવારે ગોવાની રાજધાની પણજીમાં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાની 54મી આવૃત્તિના ઉદ્ઘાટન સમયે આ વાત કરી હતી.
- Advertisement -
શ્રેષ્ઠ વેબ સિરીઝને OTT એવોર્ડ આપશે
મંત્રી અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, પ્રથમ વખત IFFIએ દેશમાં પરિવર્તનશીલ વેબ સિરીઝ દ્વારા ઓરિજનલ કેન્ટેટ સામગ્રી બનાવનારાઓને OTT એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું, કે, એક તરફ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. મીડિયા અને મનોરંજન ઉદ્યોગની દ્રષ્ટિએ પણ ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આગામી પાંચ વર્ષમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને તે વિશ્વનું ત્રીજું સૌથી મોટું મીડિયા અને મનોરંજન બજાર હશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ગયા વર્ષે અમે કેટલીક નવી પહેલ કરી હતી. આ વખતે પણ અમે કેટલીક નવી પહેલ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે આ સમયથી IFFI શ્રેષ્ઠ વેબ સિરીઝને OTT એવોર્ડ આપશે. જેનાથી ભારતમાં મૂળ સામગ્રી સર્જકોની પરિવર્તનકારી ભૂમિકાની વધશે.
It is my privilege and honour to officially welcome you all to the 54th International Film Festival of India in Goa, India!
In 1902, long before space organizations were even conceived or conceptualized, a remarkable French Film by Georges Méliès called, ‘A Trip to the Moon,’… pic.twitter.com/48dRNZICvQ
- Advertisement -
— Anurag Thakur (@ianuragthakur) November 20, 2023
5,000 ફિલ્મોનો ડિજિટલાઇઝ
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, આ માન્યતા OTTને પણ આપવામાં આવી છે કારણ કે તેણે કોરોનાના સમયમાં જ્યારે બધું બંધ હતું ત્યારે લોકોનું મનોરંજન પૂરુ પાડ્યું છે. તેમણે કહ્યું કે, ઓટીટી હાલમાં 28 ટકાના દરે વધી રહી છે. તેથી જ અમે આ એવોર્ડ શરૂ કરવાનું નક્કી કર્યું છે. વધુમાં કહ્યું કે, અમે તમને નેશનલ ફિલ્મ હેરિટેજ મિશન હેઠળ NFDC અને NFAI દ્વારા મંજૂર કરાયેલા શ્રેષ્ઠ કાર્યોના સાત વર્લ્ડ પ્રીમિયર બતાવવા જઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે, આ મિશન હેઠળ 5,000 ફિલ્મો અને દસ્તાવેજી પુનઃસ્થાપિત કરવામાં આવશે અને ડિજિટલાઇઝ કરવામાં આવશે.