આટકોટ અને દેવપરા ખાતે રૂા. ૨૫ લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્ર તથા જશાપર ખાતે રૂા. ૫૨ લાખના ખર્ચે સી.સી.રોડ બનશે
રાજકોટ, તા.૧૨ જુન – ગઇકાલ તા.૧૧મી જુનના રોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ અને દેવપરા ગામે પેટા આરોગ્ય કેન્દ્ર અને જશાપર ખાતે સી.સી.રોડ સહિત કુલ ૧ કરોડથી વધુના વિકાસ કામોનું રાજયના પાણી પુરવઠામંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે ખાતમુહૂર્ત કરી પ્રારંભ કરાવાયો.
- Advertisement -
કોઇપણ વિપરીત પરિસ્થિતીમાં રાજયનો વિકાસ નહીં અટકે તેવો વિશ્વાસ વ્યકત કરતા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ વધુમાં જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારી સમયે પણ રાજયના માળખાકીય વિકાસના કામો અવરીત ચાલુ હતા. રાજયના તમામ વસ્તારોમાં પાણી, રોડ રસ્તા, શિક્ષણ, વિજળી અને આરોગ્ય સહિતની તમામ માળખાકીય સુવિધાઓ પહોંચાડવા રાજયસરકાર કટીબધ્ધ છે. મંત્રીશ્રી બાવળીયાએ વિકાસકામોની વિગતો આપતા જણાવ્યું હતું કે આટકોટ અને દેવપરા ખાતે રૂા.૨૫ લાખમાં તૈયાર થનાર પેટા આરોગ્ય કેન્દ્રથી આ ગ્રામ્ય વિસ્તારના લોકોને પ્રાથમીક સારવાર સરળતાથી ઉપલબ્ધ બનશે એટલું જ નહીં આ પેટાઅરોગ્ય કેન્દ્રને હેલ્થ વેલનેશ સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે. આમ કોઇપણ જાતની બિમારીમાં પ્રાથમીક સારવાર ઘરઆંગણે ઉપલબ્ધ બનશે.
જશાપર ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂા. ૫૨ લાખ થી વધુના ખર્ચે તૈયાર થનાર સી.સી.રોડ જશાપર અને મોટા દડવા સડકના ઇમ્પ્રુવિંગ કામગીરીના ભાગરૂપે ૯૦૦ મીટર લાંબો અને ૫.૫ મીટર પહોળો રસ્તો બનાવાશે. આ રોડ મેટલીંગ લેયર અને વેરીંગકોટીંગ સાથે મજબુત અને વહેલામાં વહલી તકે પૂર્ણ કરવામાં આવશે. જેથી ભવિષ્યમાં ચોમાસાની ઋતુમાં પણ વાહન વ્યવહાર અને લોકોના પરીવહનમાં પડતી મુશ્કેલીનું કાયમી નિરાકરણ થશે તેમ જણાવતાં મંત્રીશ્રી બાવળીયાએ લોકોને આ તમામ સુવિધાઓનું પોતાની સંપત્તીની જેમ જતન કરવા અનુરોધ કર્યો હતો. તેઓએ જણાવ્યું રાજય સરકાર ગ્રામ્ય કક્ષાએ જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. તે લોકોની સુખાકારી માટે છે. આથી નાગરીકોની પણ નૈતીક ફરજ છે. આ તમામ સુવિધાઓ લાભ લે અને તેનું જતન કરે વૃક્ષારોપણ કરી સશોભીત અને સુંદર વાતવરણ તૈયાર કરે.
આ પ્રસંગે જસદણ તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી, પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારી, આરોગ્ય વિભાગના અધિકારી, ગામના સરપંચશ્રીઓ અને આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -



