ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઈનલ વખતે પહેલી ઈનિંગ બાદ અત્યાર સુધીના વર્લ્ડ કર વિજેતા કેપ્ટનનું ખાસ અંદાજમાં સન્માન કરવામાં આવશે.
વર્લ્ડ કપ 2023 ફાઈનલની વચ્ચે વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનનું ખાસ અંદાજમાં સન્માન કરવામાં આવશે. અત્યાર સુધીના ચેમ્પિયન કેપ્ટન્સને સ્પેશિયલ બ્લેઝરથી સન્માન કરવામાં આવશે. આ સન્માન સમારંભ ફાઈનલ મેચમાં પહેલી ઈનિંગ પૂર્ણ થયા બાદ રાખવામાં આવશે. આ ઈવેન્ટ માટે એમએસ ધોની, કપિલ દેવ, રિકી પોંટિંગ, ક્લાઈવ લોયડ, એલન બોર્ડર, ઈયોન મોર્ગન અને અર્જુન રણતુંગા સ્ટેડિયમમાં હાજર રહેશે.
- Advertisement -
A shot at #CWC23 glory 💎🏆 pic.twitter.com/0q5NemHQ5I
— ICC Cricket World Cup (@cricketworldcup) November 17, 2023
- Advertisement -
BCCIએ આ ઈવેન્ટ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ ઈવેન્ટમાં કેપ્ટનોને બ્લેજરથી સન્માનિત કરવા પહેલા તેમના અમુક શૉટ વીડિયો ક્લીપ પણ સ્ટેડિયમની સ્ક્રીન પર બતાવવામાં આવશે. તેમની ટીમના ચેમ્પિયન બનવાની સફળ તેમાં હશે. એવામાં બધા કેપ્ટન્સને નાના નાના સવાલ જવાબ કરવામાં આવશે.
20 years later, they meet again in the Men's CWC Final 🏆
All about the #CWC23 Final ➡️ https://t.co/2X2VTOnX35 pic.twitter.com/cWOvXV1n8y
— ICC Cricket World Cup (@cricketworldcup) November 18, 2023
બ્રિટિશ સિંગર દુઆ લીપા કરશે પરફોર્મ
વર્લ્ડ કર 2023ની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છે. 19 નવેમ્બરે બપોરે 1.30 વાગ્યે ટોસ થશે અને બે વાગ્યાથી મેચ શરૂ થઈ જશે. આ પહેલાં અહીં બ્રિટિશ સિંગર દુઆ લીપાનું સ્ટેજ પરફોર્મન્સ પણ આયોજિત કરવામાં આવશે. આ સમયે એરફોર્સની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ એર શૉ પણ કરશે. આ ફાઈનલ મેચને જોવા માટે દેસની ઘણી મોટી હસ્તીઓ સ્ટેડિયમમાં હાજર રહેશે.