-અમદાવાદ, રાજકોટ, જામનગર સહિતના નાના-મોટા શહેરોમાં મોડીરાત સુધી સોનીબજારો ઝગમગી
ગુજરાતમાં ધનતેરસના પવિત્ર દિવસે સુવર્ણવર્ષા થઈ હોય તેમ એક જ દિવસમાં રૂા.439 કરોડની કિંમતના 700 કિલો સોનાનુ વેચાણ થયુ હતું. 60 ટકા જવેલરી તથા બાકીના 40 ટકા સિકકા-બિસ્કીટ વેચાયા હતા.
- Advertisement -
ઈન્ડીયા બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશનના અંદાજ પ્રમાણે માત્ર અમદાવાદમાં જ 300 કિલો સોનાનુ વેચાણ થયુ હતું. એસોસીએશનના ડાયરેકટર હરેશ આચાર્યએ જણાવ્યું હતું કે ધનતેરસે સોના-ચાંદીની શુભ ખરીદીની પરંપરા છે. આ વખતની ધનતેરસ ઘણી સારી હતી.
સવારથી મોડીરાત સુધી જવેલર્સ શોરૂમોમાં ગ્રાહકોની ભીડ હતી. દરેક ગ્રાહકની ખરીદી સરેરાશ દસ ગ્રામની હોવાનું અનુમાન છે. એકાદ માસ પુર્વે સોનાના ભાવ નીચા આવી ગયા છે અને ત્યારે જ ખરીદી વધવા લાગી હતી.
જો કે, વર્ષ દરમ્યાન સોનાના વેચાણમાં સરેરાશ 20 ટકાનો ઘટાડો અંદાજાય છે. છેલ્લા વર્ષમાં સોનામાં સરેરાશ 27 ટકાનો ભાવવધારો થયો હતો. ગત વર્ષે દિવાળી પર્વમાં સોનાનો ભાવ 52600 હતો તે ગઈકાલે 62700 હતો. ઉંચા ભાવનો પણ પ્રત્યાઘાત માલુમ પડયો હતો.
- Advertisement -
એકાદ માસ પુર્વે નીચા આવેલા સોના-ચાંદીના ભાવ ઈઝરાયેલ-હમામ યુદ્ધને પરિણામે ફરી ઉંચકાઈ ગયા હતા. અમદાવાદ ઉપરાંત રાજકોટ-જામનગર સહિત રાજયના તમામ નાના મોટા શહેરોમાં સોનીબજારો મોડીરાત સુધી ધમધમી હતી અને મોટા પ્રમાણમાં કારોબાર થયો હતો. રાષ્ટ્રીયસ્તરે ધનતેરસે સોના-ચાંદીના વેચાણનો રેકોર્ડ સર્જાયો જ છે.