જુનાગઢ જિલ્લા પોલીસની કામગીરીને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં જિલ્લા પોલીસ આયોજિત ડ્રગ સામેની ઝુંબેશની જનજાગૃતિ રૂપે કાર્યક્રમ રન ફોર જુનાગઢમાં હજારો યુવાનોની દોડને ફ્લેગ ઓફ આપી હતી.
પોલીસની ડ્રગ્સ સામેની ઝુંબેશને જિલ્લાના લોકોએ પહોળો પ્રતિસાદ આપી 24,000 થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
હજારો યુવાઓ આ રન ફોર જૂનાગઢમાં જોડાતા જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં લોકોએ જુનાગઢ – ગુજરાત પોલીસની ડ્રગ્સ વિરોધી ઝુંબેશને સમર્થન આપી ઘરે-ઘરે ડ્રગ સામેની લડાઈનો આ સંદેશો પહોંચે તે માટે સંકલ્પ લીધો હતો જયારે કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં ગૃહ રાજ્યમંત્રીએ હજારો લોકોને મોબાઇલની ફલેશ ઓન કરાવી ડ્રગ્સ સામેની પોલીસની આ ઝુંબેશમાં જન સમર્થનના સંકલ્પ સાથે કહ્યું હતું કે, તંદુરસ્ત જીવન માટેની આ લડાઈમાં જીત જનતાની થવાની તેની સાથે જુનાગઢ રેન્જ ડીઆઇજી નિલેશ જાજડિયા અને એસપી હર્ષદ મહેતાએ ગૃહ રાજ્ય મંત્રીને ગીરના સિંહની કૃતિનો મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું.