પ્રધાનમંત્રી મોદી દ્વારા સોમનાથમાં ‘રામ’નામ મંત્ર લેખન યજ્ઞ પ્રારંભ કરાયો હતો
લેખન યજ્ઞના પ્રથમ દિવસે જ 1.51 લાખ જેટલા રામ નામ લખાયા
- Advertisement -
સોમનાથથી અયોધ્યા સુધી રામ નામ લેખન સેતુનું નિર્માણ કરવા બદલ સીએમના ટ્રસ્ટને અભિનંદન
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જિલ્લાના પ્રવાસે પધારેલ હોય ત્યારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રીસોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી જે. ડી પરમાર, અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા મુખ્યંત્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કરી જળાભિશેક કરેલ તેમજ સોમનાથ મહાદેવને મહાપૂજા માટે સમગ્રી અર્પણ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીસોમનાથ ટ્રસ્ટના શ્રીરામ મંદિર ખાતે સોમનાથ થી અયોધ્યા રામનામ મંત્ર લેખન યજ્ઞમાં જોડાયા હતા.
“સોમનાથ થી અયોધ્યા: રામનામ મંત્ર લેખન યજ્ઞ” નો પ્રારંભ ગાંધીનગર રાજભવન ખાતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા સૌપ્રથમ રામ નામ લખી કરવામાં આવ્યો હતો. સોમનાથ અને રામ મંદિર અદ્વિતીય સમાનતાઓ ધરાવે છે, વિસર્જન બાદ સર્જનની આ મહા ગાથા રાષ્ટ્રની એકતાને સુદ્રઢ કરવાનું કાર્ય કરશે. સોમનાથમાં લખાયેલ રામ નામ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે સમર્પિત કરવામાં આવશે.
આ તકે શ્રી રામનામ લેખન યજ્ઞમાં જોડાઈને મુખ્યમંત્રીશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આજે સોમનાથ થી અયોધ્યા: રામ નામ લેખન યજ્ઞમાં જોડવાનો ધન્ય અવસર મળ્યો છે. જે રીતે ભગવાન રામની સેના દ્વારા રામ નામ લખી સમુદ્ર પર રામસેતુ નિર્માણ કરાયો હતો, તેવી જ રીતે સંઘર્ષપૂર્ણ ભૂતકાળથી આગળ વધી નવા ભારતના ભાગ્યોદય સુધીનો રામનામ લેખન સેતુ શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની અધ્યક્ષતામાં નિર્માણ કરી રહ્યું છે. યજ્ઞના પ્રથમ દિવસે જ 1.51 લાખ થી વધુ રામનામ લખાયા હોય એ પ્રમાણ છે કે ભાવિકોએ આ યજ્ઞ ને આત્મસાત કર્યો છે. સોમનાથ મા દેવાધિદેવ મહાદેવ અને શ્રી રામ પ્રભુના સાનિધ્યમાં રામ નામ લેખન આત્માને પ્રસન્નતા આપે છે. સોમનાથ આવનાર દેશ વિદેશના ભાવિકોને રામ નામ મંત્ર લેખન યજ્ઞમાં જોડીને અખંડ ભારતનો રામનામ લેખન સેતુ નિર્માણ કરવા બદલ સોમનાથ ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા.