100 ગરબામાંથી ચકલીના માળાનું સર્જન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના ડેરવાણ પ્રાથીમીક શાળાના વિદ્યાર્થીઓનો પક્ષી પ્રત્યે અનેરો પ્રેમ જોવા મળ્યો તાજેતરમાં નવરાત્રી પૂર્ણ થતા વિદ્યાર્થીઓએ નાના એવા ડેરવાણ ગામમાંથી ગરબા એકત્ર કર્યા હતા અને 100 ગરબા એકઠા કરીને તેનો સદઉપયોગ કર્યો હતો. ડેરવાણ ગામ માંથી એકત્ર કરેલ ગરબાને તાર વીટોળીને ચકલીના માળાનું સર્જન કર્યું હતું આ ગરબા માંથી બનાવેલ ચકલીના માળાને શાળાના વૃક્ષો સાથે ગામના અન્ય વૃક્ષો પર રાખવામાં આવ્યા હતા જેનાથી ચકલી સહીત અન્ય પક્ષીઓ તેનું નિવાસ સ્થાન બનાવી શકે તેની સાથે પાણી અને ચણના કુંડા પણ તૈયાર કરીને વૃક્ષ પર મુકવામાં આવ્યા હતા અંગે શાળાના આચાર્ય દુર્ગેશકુમાર મેહતા એ કહ્યું હતું કે બાળકોમાં સર્જનાત્મક પ્રવૃત્તિ વિકસે અને પ્રકૃતિ પ્રત્યે બાળકોમાં જાગૃતિ આવે તેવા હેતુ થી વેસ્ટ માંથી બેસ્ટ કામ કેમ કરવું તેવા ગન કેળવાય તેવા ઉપદેશ સાથે કાર્ય કરવામાં આવ્યું છે આ સાથે ચોકીના ભાવિકાબેન ગોર અને ડેરવાણ સરપંચ ધરમસિંહ ભાટી તથા શાળા સ્થાપક સમિતિ સહીત પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.