ખાસ-ખબર સંવાદદાતા
વિસાવદર તાલુકાના સુખપુર ગામે સમાજ માટે માતૃશ્રી કુંવરબેન રામજીભાઈ રામાણી સમાજ ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે સંપ અને સંગઠનથી નાનકડા સુખપુર ગામમાં મોટા ગામને છાજે તેવું પૂર્ણ સુવિધા યુક્ત સમાજ ભવનનું નિર્માણ થયું છે, તે એક પ્રેરણાદાયી બાબત છે. આ પ્રસંગે રામાણી પરિવારના વડીલોનું પણ સાલ અને પુષ્પાહારથી સન્માન કરવામાં આવ્યું હતું. તેની સાથે ઉપસ્થિત કૌશિકભાઇ વેકરીયા, ગગજીભાઈ સુતરીયા, વસંતભાઈ ગજેરા, કિરીટભાઈ પટેલ, પોપટભાઈ રામાણી, હર્ષદભાઈ રીબડીયા, કનુભાઈ ભાલાળા, લલિતભાઇ વસોયા, લલિતભાઇ કગથરા, સહિત મહાનુભાવોના હસ્તે સમાજ ભવનના નિર્માણ માટે યોગદાન આપનાર સમાજના દાતાશ્રીઓનું શાલ અને મોમેન્ટો અર્પણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.