-સરકાર ખરડો મંજુર કરાવવા આશાવાદી
કેન્દ્રની મોદી સરકારે હવે ભારતીય પીનલ કોડ (આઈપીસી)ના સ્થાને નવો ભારત ન્યાય સંહિતા- બિલ તૈયાર કર્યુ છે અને તેમાં અંગ્રેજોના સમયથી ચાલ્યા આવતા નામ જ નહી પણ અનેક કાનુની જોગવાઈ પણ બદલી છે તે સંસદના શિયાળુ સત્રમાં મંજુર કરાવી લેવાશે.
- Advertisement -
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે આ સંકેત આપતા કહ્યું કે નવા ભારત ન્યાય સંહિતા પર હાલ સંસદીય સમીતી વિચારણા કરી રહી છે અને ટુંક સમયમાં જ અહેવાલ સુપ્રત કરી દેવાશે. સરકાર તેને ખરડાનું સ્વરૂપ આપીને શિયાળુ સત્રમાં તે મંજુર કરાવવા આશાવાદી છે. આ ખરડાને લઈને મોટાભાગે સહસહમતી છે. હાલના ઈન્ડીયન પીનલ કોડ, ઈન્ડીયન એવીડન્સ એકટ તથા ક્રીમીનલ પ્રોસીજર કોડનું આસન આ ભારતીય ન્યાય સંહિતા લેશે.
જેનાથી કાનુન પર અંગ્રેજ પડછાયો પણ હવે રહેશે નહી. જો કે સરકારે જુના કાનૂનમાં દેશદ્રોહ જેવા સુપ્રીમની એરણે રહેલા કાનૂનને રદ કરવાની જાહેરાત કરી છે પણ તેના સ્થાને નવા કાનુનમાં શું જોગવાઈ છે તે અંગે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી અને માનવામાં આવે છે કે રાજદ્રોહની વ્યાખ્યા બદલીને તેને રજુ કરશે.