દિલ્હી અને રાજસ્થાનની EDની ટીમ દ્વારા ગોવિંદ સિંહ દોતાસરા, તેમના પરિવાર વિરુદ્ધ અને અપક્ષ ધારાસભ્ય પર પણ EDની કાર્યવાહી
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાના ઘરે EDની ટીમ પહોંચી છે. PCC ચીફના ઘરે આ કાર્યવાહી કરવા પાછળનું કારણ રાજસ્થાનનો પેપર લીક મામલો હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં દિલ્હી અને રાજસ્થાનની EDની ટીમ ગોવિંદ સિંહ દોતાસરા અને તેના પરિવાર વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.
- Advertisement -
The Enforcement Directorate is conducting search operations at nearly a dozen locations in Rajasthan in connection with the paper leak case. The raids are also under at the premises of some Congress leaders, including Rajasthan Congress President Govind Singh Dotasra https://t.co/LmpKtaKuwf
— ANI (@ANI) October 26, 2023
- Advertisement -
રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરા અને તેમના સંબંધીઓના ઘરે પણ EDની ટીમ પહોંચી ગઈ છે. RPSC પેપર લીક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે પહેલીવાર PCC ચીફના ઘરે દરોડા પાડ્યા હતા. દિલ્હી અને જયપુરની EDની ટીમો સાથે કેન્દ્રીય સુરક્ષા દળના અધિકારીઓ પણ સ્થળ પર હાજર હતા. EDની ટીમ દોતાસરાના જયપુર નિવાસસ્થાન અને સીકર સ્થિત તેમના અંગત નિવાસસ્થાને પણ પહોંચી છે.
અપક્ષ ધારાસભ્ય પર પણ EDની કાર્યવાહી
એવું કહેવામાં આવી રહ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહુઆથી અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર ઓમ પ્રકાશ હુડલાના સાત સ્થળો પર પણ દરોડા પાડ્યા છે. આ બાબત પેપર લીક કેસ સાથે પણ જોડાયેલી હોઈ શકે છે. નોંધનીય છે કે, કોંગ્રેસે સીકર જિલ્લાની લક્ષ્મણગઢ સીટ પરથી પોતાના ઉમેદવારોની યાદીમાં ગોવિંદ સિંહ દોતાસરાને મેદાનમાં ઉતાર્યા છે.