મવડીમાં આવેલી કા2ડીયા રાજપૂત સમાજની વાડીમાં પરંપરાગત વૈદિક રીતે શસ્ત્રોનું પુજન થશે ત્યારબાદ શોભાયાત્રા નીકળશે
ખાસ-ખબર સંવાદદાતા
શ્રી કા2ડીયા રાજપૂત સમાજ રામ મંદિ2 2, 2જપૂતપરા દ્વારા સમાજના ઉત્કર્ષ માટે સમિતિ દ્વારા વિજયા દશમીના દિવસે શસ્ત્ર પુજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.24 ઓક્ટોબરને મંગળવારે સવારે 9 કલાકે શ્રી કા2ડીયા રાજપૂત સમાજવાડી મવડી ચોકડી 150 ફુટ રીંગ રોડમાં રાખેલું છે. ત્યારબાદ ત્યાંથી શોભાયાત્રા નીકળશે.
આ શસ્ત્ર પુજનમાં આવનાર કારડીયા રાજપૂત સમાજના ભાઇઓએ શસ્ત્ર પુજન માટેના શસ્ત્ર પોતપોતાના લાવવાના 2હેશે. તેમજ આવના2 ભાઇઓએ સાફા બાંધવાના 2હેશે. તેમ સમાજ ઉત્કર્ષ સમિતિના પ્રમુખ બહાદુરસિંહ ગોહેલ, ઉપ પ્રમુખ કુલદિપસિંહ ભટ્ટી, મંત્રી જસપાલસિંહ સોલંકીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આ અંગે સંસ્થાની યાદીમાં જણાવ્યા મુજબ વિજયા દશમીએ અસુરી તત્વ પર સત્યના વિજયનો પર્વ છે. રાજપૂતોએ હરહંમેશ સત્યની રક્ષા માટે આયુધો ઉઠાવ્યા છે. વિજયા દશમીએ પરંપરા મુજબ રાજપૂત સમાજ શકિતરૂપી શસ્ત્રોનું પૂજન કરે છે. આ પરંપરા મુજબ વિજયા દશમીના રોજ શ્રી કારડીયા રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત વૈદિક રીતે શસ્ત્રોનું પુજન, શહીદ વિરોને વિરાંજલી સ્મરણાંજલિનું આયોજન કરવામાં આવ્યું છે.