એક મહિના પછી ચારધામ યાત્રા શિયાળાની ઋતુ માટે બંધ કરવામાં આવશે. 24 ઓક્ટોમ્બરના દશેરાના દિવસે બદરીનાથ ધામના દરવાજા બંધ કરાવાના શુભ મૂહુર્તની જાહેરાત કરી હતી. જયારે 15 નવેમ્બરના ભાઇ-બીજના દિવસે કેદારનાથ ધામ અને યમુનોત્રી ધામના દરવાજા બંધ થશે. ગંગોત્રી મંદિર સમિતિના 14 નવેમ્બરના ગંગોત્રી ધામના દરવાજા બંધ કરવાની તિથિ નક્કી થઇ ગઇ છે.
દશેરાના દિવસે બદરીનાથ મંદિર પરિસરમાં ધાર્મિક સમારોહ આયોજીત કરવામાં આવ્યો છે. જેમાં કેદારનાથ-બદરીનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજયની હાજરીમાં રાવલ તેમજ ધર્માધિકારી પંચાંગ ગણના પછી દરવાજા બંધ કરવાના મૂહુર્તની જાહેરાત થશે.
- Advertisement -
ભગવાન કેદારનાથની પંચમુખી ઉત્સવ મૂર્તિ શિયાળાના પ્રવાસ માટે ઓંકારેશ્વર મંદિર ઉખીમઠ પહોંચશે. વિજયાદશમીના જ દ્વિતીય કેદાર મદ્મહેશ્વરના દરવાજા બંધ કરવાની તિથિ ઓંકારેશ્વર મંદિર ઉખીમઠ અને ત્રીજા કેદાર તુંગનાથના દરવાજા બંધ કરવાની તિથિ શિયાળા ગાદી સ્થળ માર્કડેય મંદિર મક્કૂમઠમાં નક્કી થશે.