રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખ સુવિધાઓમાં ક્રમશ: વધારો કરતા રહેવા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવી રહ્યા છે. ચાલુ પ્રોજેક્ટોની કામગીરી ઝડપી અને લોકોને વહેલીતકે પ્રાપ્ત થાય તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે વોર્ડ નં.15માં આવેલ સેન્ટ્રલ વર્કશોપની, વોર્ડ નં.18માં સ્વાતી પાર્ક મેઈન રોડ પર ડિઝાઈન રોડની ચાલુ કામગીરીની, વોર્ડ નં.4માં ગ્રીન લેન્ડ ચોકડી પાસે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવા માટેના સંભવિત પ્લોટની મુલાકાત કરી હતી.
- Advertisement -
વોર્ડ નં.15 માં ભાવનગર રોડ પર આવેલ અમુલ સર્કલ પાસેના સેન્ટ્રલ વર્ક શોપની અંદરના એ.એન.સી.ડી વિભાગ કેટલ પોન્ડની હયાત સ્થિતિ તેમજ નવા બનતા સુકાઘાસ ચારા માટેના શેડની કામગીરી હાલમાં પ્રગતિમાં છે તેની મ્યુનિ. કમિશનરે મુલાકાત કરી હતી. વોર્ડ નં.18માં આવેલા સ્વાતિ 24 મીટર ડિઝાઈન રોડની કામગીરી ચાલુ હોય તેની મુલાકાત લેવામાં આવેલ. વોર્ડ નં.4માં સ્પોર્ટસ સંકુલ બનાવવા માટે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ સંભવિત પ્લોટનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.