જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠન દ્વારા નવરાત્રીમાં પ્રથમ પહેલ
CCTV, બાઉન્સર સાથે મેડિકલ ઇમર્જન્સી સુવિધા ઉપલબ્ધ: ગરબામાં આઈકાર્ડ ચેક કર્યા વગર પણ ‘નો એન્ટ્રી’
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આગામી ગણતરીના દિવસોમાં નવરાત્રી મહોત્સવ શરુ થવા જઈ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સતત આયોજકો સાથે બેઠક યોજી નવરાત્રી મહોત્સવ શાંતિ પૂર્ણ રીતે ઉજવાય તેના માટે માર્ગદર્શન અને ગાઇડલાઇન જારી કરી છે. જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠન દ્વારા શ્રી પરશુરામ ધામ નવરાત્રી રાસોત્સવ – 2023નું આયોજન કૈંલાસ ફાર્મ ખલીલપુર રોડ ખાતે કરવામાં આવી રહ્યું છે ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ રાસોત્સવમાં કોઈ પણ વ્યક્તિને તિલક વગર નો એન્ટ્રી કરવા દેવામાં આવશે નહિ તેમ ગરબા મહોત્સવના આયોજક જયદેવભાઈ જોશી, કાર્તિક ઠાકર અને મનીષ ત્રિવેદી દ્વારા જણાવ્યું છે તેની સાથે બ્રહ્મ યુવા ટ્રસ્ટના સંસ્થાપક દ્વારા રાસોત્સવના આયોજનમાં સીસીટીવી કેમરા સાથે ગ્રાઉન્ડ સજ્જ હશે તેની સાથે મહિલાઓ જયારે ગરબે રમતી હોય ત્યારે સેફટી માટે મહિલા બાઉન્સર ઉપસ્થિત રહેશે તેમજ દિવસે દિવસે હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે એવા સમયે ગ્રાઉન્ડ ઉપર મેડિકલ ઇમર્જન્સી સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવશે વધુમાં જણાવ્યું રાસોત્સવ માં જે ફંડ એકત્ર થશે તેનો ઉપયોગ પરશુરામ ધામનું નિર્માણ થવાનું છે તેમાં ઉપયોગ કરવામાં આવશે. જૂનાગઢ શહેરમાં વિવિધ જ્ઞાતિ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠન દ્વારા પ્રથમ વખત ગરબા ગ્રાઉન્ડમાં એક પણ વ્યક્તિ તિલક કાર્ય સિવાય પ્રવેશ આપવામાં આવશે નહિ તેવી પહેલ આયોજકો દ્વારા કરવામાં આવી છે તેની સાથે તમામ ખેલયા માટે મેડિકલ ઇમરજન્સી સાથે સીસીટીવી કેમેરા સહીત ફૂડ બાબતે પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તંત્ર દ્વારા જેરીતે માર્ગદર્શન મળી રહ્યું છે તે રીતે સુદ્રઢ આયોજન સાથે નવ દિવસ સુધી જગદંબેમાંની આરાધના કરવામાં આવશે અને સુખરૂપ શાંતિ થી પરશુરામ ધામ રાસોત્સવ સંપન્ન થાય તેવા આયોજન સાથે શક્તિ પૂજા કરવામાં આવશે.
જૂનાગઢ સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ સંગઠન દ્વારા વર્ષ દરમિયાન અનેકવિધ સામાજીક પ્રવૃતિઓ કરવામાં આવે છે અને સમાજ ઉપયોગી લોક કલ્યાણ કાર્યો કરીને સમાજને એક તાંતણે બાંધવાના ઘ્યેય સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં પરશુરામધામ બનાવવાના સંકલ્પ સાથે પરશુરામધામ રાસોત્સવ 2023નું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યુ છે.