ખાસ-ખબર સંવાદદાતા
અદાણી ફાઉન્ડેશનન સંચાલિત અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર (અજઉઈ) ને ઈઈંઈં-ટાટા કોમ્યુનિકેશન સેન્ટર દ્વારા પ્રતિષ્ઠિત શ્રેષ્ઠ પ્રેક્ટિસ ઇન ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રે કરેલી પહેલોના કારણે અજઉઈને આ સન્માન પ્રાપ્ત થયું છે. અજઉઈ વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, હેવી વ્હીકલ ડ્રાઇવરો, ક્રેન ઓપરેટર્સ અને અન્ય વિવિધ તાલીમ કાર્યક્રમો સહિત વિવિધ શ્રેણીના સ્કીલ ડેવલપમેન્ટ માટે અત્યાધુનિક સિમ્યુલેશન-આધારિત તાલીમ આપે છે. આ નોંધપાત્ર સિદ્ધિ વિશે અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્રના ચીફ ઓપરેટિંગ ઓફિસર (ઈઘઘ) જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આ એવોર્ડથી સન્માનિત થવા બદલ અમે ખૂબ આભારી છીએ. વિવિધ ઉદ્યોગો માટે કૌશલ્ય વિકાસ વખતે ટેકનોલોજીના ઉપયોગથી અમને સર્વસમાવેશક વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં અને વિદ્યાર્થીઓ માટે પરિવર્તનશીલ શૈક્ષણિક અનુભવ બનાવવામાં મદદ મળી છે. કૌશલ્ય વિકાસ દ્વારા જીવનને સશક્ત બનાવવાના અમારા મિશનમાં અમે મક્કમ છીએ.
નોંધનીય છે કે અજઉઈએ વિશ્ર્વના પ્રથમ મેટાવર્સમાં કૌશલ્ય કેન્દ્ર સ્થાપિત કરી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જે વિવિધ ભૌગોલિક સ્થાનોના લોકોને વહેંચાયેલ વર્ચ્યુઅલ રૂમમાં વાતચીત કરવાની મંજૂરી આપે છે.
આ નવીન પહેલ કોચ અને વિદ્યાર્થીઓને સંયુક્ત ડિજિટલ ઈકો-સિસ્ટમમાં એક સાથે લાવે છે અને મેટાવર્સમાં ઈ-સેન્ટરના વિશ્ર્વના ઉદ્ધાટનને ચિહ્નિત કરે છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અજઉઈના પ્રયાસોને નવાજવા ઉપરાંત તેના કૌશલ્ય વિકાસ, ડિજિટલ પરિવર્તન અને ભારતના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યને પ્રોત્સાહન આપવા પ્રેરણારૂપ છે.