ખાસ બ્રહ્મ સમાજના ભાઇઓ-બહેનો માટે નજીવા દરે સિઝન પાસની વ્યવસ્થા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં સૌપ્રથમવાર રાધે રજવાડી ગ્રુપ દ્વારા રાધે રજવાડી રાસ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવનાર છે. શહેરના 150 ફુટ રીંગ રોડ, નાના મવા સર્કલ, પ્રતિલોક પાર્ટી પ્લોટની સામે, વિશાળ મેદાનમાં નવરાત્રી મહોત્સવ યોજાશે. આ રાસોત્સવમાં ગરબે ઝૂમવા માટે નજીવા દરે સીઝન પાસની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાધે રજવાડી ગ્રુપ દ્વારા તા. 15 ઓક્ટોબરથી તા. 23 ઓક્ટોબર દરમિયાન રાજકોટના આંગણે પારિવારીક માહોલમાં યોજાનાર નવરાત્રી મહોત્સવ એક ભક્તિ દ્વારા એકતાની શક્તિના પર્વ તરીકે ઉજવાશે. અર્વાચીન રાસોત્સવમાં પ્રમુખ મહેશભાઇ વ્યાસ તેમજ તેમની ટીમ દ્વારા આકર્ષક લાઇટીંગની સુવિધા, આધુનિક સાઉન્ડ સિસ્ટમ, ફૂડ ઝોન અને ટાઇટ સિક્યોરિટી સહિતના આયોજન કરવામાં આવી રહ્યા છે. તેમજ દરરોજ નવરાત્રી દરમિયાન બેસ્ટ ખેલૈયાઓને લાખેણા ઇનામો આપવામાં આવશે તેમજ નવરાત્રીના છેલ્લા દિવસે મેગા ફાઇનલ ડ્રો કરવામાં આવશે.
અર્વાચીન અને પ્રાચીન ગરબાની રમઝટ સાથે રાધે રજવાડી ગ્રુપ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુ્રુપના પ્રમુખ મહેશભાઇ વ્યાસ તથા કમિટી સભ્ય અને આયોજક ટીમ તરીકે દીપકભાઇ રબારી, મયુરસિંહ જાડેજા, ભુરાભાઇ, કલ્પેશભાઇ દેવમુરારી, કેયુરભાઇ પરાક્રમસિંહ વાઘેલા, મનીષભાઇ પ્રજાપતિ, રાજેશ સગપરીયા, મનોજભાઇ દેત્રોજા, પંકજભાઇ દેત્રોજા, પીન્ટુભાઇ સુરેજા, મેહુલભાઇ ધોળકિયા, હરેશભાઇ આગેચા, હાર્દિકસિંહ રાઠોડ આયોજનને સફળ બનાવવા કાર્યરત છે. તેમજ સૌરાષ્ટ્રનું બેસ્ટ રીધમ ગ્રુપ-ઓરકેસ્ટ્રા ગ્રુપ મૌલિક ગજ્જર એન્ડ ટીમ, તેમજ ભાવેશ મેર સિંગર-ભરતદાન ગઢવી, મૌલિક ગજ્જર, દીપ્તિ ગજ્જર રાસોત્સવમાં ધૂમ મચાવશે. બ્રહ્મ સમાજના આગેવાન અને રાધે રજવાડીના પ્રમુખ મહેશભાઇ વ્યાસે સમસ્ત બ્રહ્મ સમાજના ભાઇઓ-બહેનાનેે નજીવા ટોકન ચાર્જ પેટે નવરાત્રીમાં સીઝન પાસ મેળવી ગરબે ઝૂમવા યાદીમાં જણાવ્યું છે.
રાધે રજવાડી ગ્રુપ દ્વારા પ્રથમવાર નવરાત્રી મહોત્સવનું જાજરમાન આયોજન
