ખાસ-ખબર સંવાદદાતા
પ્રમાણિકતા સાથેની મહેનત કરવામાં આવે તો માણસને મળનારી સફળતાને કોઈ રોકી શકતો નથી, એ વાત પોરબંદર જીલ્લાના મોકર ગામના રાજુભાઇ લાખાણા નામના યુવાને સાબિત કરી આપ્યું છે. અને પોરબંદરના આ ખેડૂત પુત્રે સિદ્ધિ મેળવી છે, તે કોઇ સામાન્ય સિદ્ધિ નથી. આવનારી પેઢીને સફળતાની અલગ દુનિયામાં કઇ રીતે જવું તેની પ્રેરણા આપનારી અનોખી સિદ્ધિ છે. તેને લઇને પોરબંદર વાસીઓ આજે ગર્વનો અનુભવ કરી રહ્યા છે. રાજુભાઈને ઠેર ઠેરથી શુભકામનાઓ પ્રાપ્ત થઇ રહી છે. પોરબંદરના એક પનોતા પુત્રને રવિના ટંડનના હસ્તે ટાઇમ્સ ગ્રુપના એક કાર્યક્રમમાં એવોર્ડ મળે તે જરા પણ નાની સુની વાત નથી. પોરબંદર અબોટી બ્રહ્મ સમાજના યુવાની સફળતાને લઇ પોરબંદર અબોટી બ્રહ્મ સમાજ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. અને અભિનંદન પાઠવી રહ્યા છે.
પોરબંદરના ખેડૂત પુત્રને બેંગ્લોરમાં બોલિવુડ અભિનેત્રીના હસ્તે એવોર્ડ
