છેલ્લા 3 દિવસમાં 6 યુવાનોના હૃદય રોગના હુમલાથી મોત, રાત્રે પણ ડોક્ટર્સની ટીમ હાજર રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને લઇ સિવિલ હોસ્પિટલ સતર્ક થઇ છે. જેમાં નવરાત્રીના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટએટેક માટે ખાસ વોર્ડ ઉભો કરાશે.
રાજકોટમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે જેમને લઇ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો નિર્ણય લીધો છે. છેલ્લા 3 દિવસમાં 6 જેટલા યુવાનોના હૃદય રોગના લીધે યુવાનોના મોત થયા છે. જેને લઈન રાત્રીના પણ ડોક્ટર્સ અને ટીમ હોસ્પિટલના વોર્ડમાં હાજર રહેશે તેમજ વા, ઇજેકશન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં તમામ વ્યવસ્થા ઉભી કરાશે.
કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું પ્રમાણ ઘણુ વધ્યુ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં યુવાનો આ સાઇલન્ટ કિલરનો ભોગ બની રહ્યા છે. જો કે આ પરિસ્થિતિ વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્રએ અગમચેતીના રૂપે તૈયારીઓ શરૂ કરી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં યુવાનોમાં હૃદયરોગના કિસ્સાઓમાં વધારો થયો છે. છેલ્લા 48 કલાકમાં જ હૃદય રોગને કારણે 6 જેટલા યુવાનોના મોત થયા છે અને તેવા સમયે જ સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી એવી રાજકોટ સિવિલ હોસ્પિટલની કેથલેબને તાળા લાગી ગયા છે. ગત 2 સપ્ટેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 10 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલી કેથલેબનું લોકાર્પણ કર્યું હતું આ લેબ સૌરાષ્ટ્રના દર્દીઓ માટે આર્શીવાદરૂપ ગણાવી હતી, પરંતુ 10 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી આ લેબ 10 દિવસ જ ચાલી અને છેલ્લા 10 દિવસથી બંધ હાલતમાં પડી છે.