સોમનાથ આવતા યાક્ષ સરકાર દ્વારા 200 કરોડથી વધુના ખર્ચની યોજના અમલામાં મૂકી હતી
દરિયા કિનારે 2011માં શરુ થયેલી યોજના ફરી શરુ કરવાની માંગ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથમાં આવેલ પ્રથમ જ્યોર્તિલીંગના દર્શન કરવા દેશ વિદેશથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અને ભાવીકો પધારે છે ત્યારે સોમનાથ આવતા લોકો માટે સોમનાથ મંદિર પાસેના દરિયા કિનારે સ્નાનથી વંચીતના રહે તેના માટે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011માં રૂ.200 કરોડથી વધુના ખર્ચે બેક બે રેટકયુમેશન યોજનાનું કામ શરુ કર્યું હતું પણ હાલ આ કામગીરી બંધ જોવા મળી રહી છે જેના લીધે સોમનાથ આવતા પ્રવાસીઓ સ્નાન થી વંચીત રહે છે.
ગીર સોમનાથ બાર જયોતિર્લિંગો માનું પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે.
- Advertisement -
પણ તેઓ સમુદ્રમાં સ્નાનથી વંચિત રહેતા હોય છે જેથી સરકાર દ્વારા ( બેક બે રેટકયુમેશન) દરિયાને પાછળ દરીયાઇ ધરતી બનાવવાનુ ભરતી કામ કરવાની યોજના 200 કરોડના ખર્ચે અમલમાં મુકવામાં આવી હતી આ કામગીરીનો પ્રારંભ 2011ના વર્ષથી કરવામાં આવેલ હતો.
દરિયામાં ભાવિકો સ્નાન માટેની યોજનાની કામગીરી અધુરી રહેલ છે જેથી સોમનાથ આવતા યાત્રિકો સમુદ્ર સ્નાનથી વંચિત રહે છે જોકે સોમનાથ આવતા યાત્રિકો હાલના દરિયામાં જો ન્હાવા જાય તો આકસ્મતના પણ બનાવો બનતા હોય છે જેથી સમુદ્રમા સ્નાન ન કરવાની જિલ્લા કલેકટરનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જેથી યાત્રિકો દરિયાઇ ચોપાટી વિસ્તારમાં તો જઇ શકે છે પણ સ્નાન કરી શકે નહી પણ સોમનાથ આવતા યાત્રિકોને સમુદ્ર સ્નાન નો લાભ મળી શકે એટલે કાળ પથ્થર દ્વારા દરિયામાં ભરતી કરી અને સમુદ્રની નજીક બે ફુટ જેટલા મોજાં ઉછળે અને લોકો સ્નાન કરી શકે તેટલી ભરતી કરી અને યાત્રિકો માટે સુવિધા ઉભી કરવામાં માટે નો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
હાલમાં આ સમુદ્ર સ્નાન યોજના બંધ હાલતમાં છે જેથી સોમનાથ આવતા યાત્રિકો સમુદ્ર સ્નાનથી વંચિત રહે છે શાસ્ત્રોમાં પણ સમુદ્ર સ્નાનનું મહત્વ ખુબ જ રહ્યુ છે પૌરાણિક અનુસાર ઉદીતીતિરથી તરીકે પ્રખ્યાત છે જ્યા પૌરાણિક કથા અનુસાર સરસ્વતીએ વડવાનંદયજ્ઞીને સમુદ્રમાં પધાર્યા હતા અને તેથી પ્રાચીન સમયથી તીર્થમા સ્નાન કરવાથી પુણ્ય મળે છે પણ સોમનાથના અરબ સમુદ્રમા સ્નાનની યોજના બંધ હોવાથી યાત્રિકો દરિયામા સ્નાનથી વંચિત રહે છે જોકે વહેલી તકે યોજના શરૂ થાય એ માટે લોકોની માંગ ઉઠી છે સોમનાથ મા દરિયાની નજીક વોક વે બનવવામા આવ્યુ છે તેમાં જવા માટે રૂ.10ની ટીકટ છે જોકે લોકો સમુદ્રની નજીક તો જઇ શકે પણ સ્નાન ન કરી શકે ત્યારે 2011માં શરુ થયેલ યોજના ફરી શરુ કરવામાં આવે તેવી લોકોની માંગ
ઉઠી છે.ત્રિકો માટે સમુદ્ર સ્નાન યોજના અધુરી