ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં હાલ સુધી વેરાવળ ખાતે એક જ બ્લડબેન્ક કાર્યરત હતી અને વેરાવળ પ્રાઇવેટ તથા સરકારી હોસ્પિટલોમાં આવતા દર્દીઓને કેટલીક વાર બ્લડ ન મળવાથી અન્ય જગ્યાએ રિફર કરવાની ફરજ પડતી હતી.ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ દ્વારા એક વર્ષ પહેલાથી આ પ્રોજેક્ટ ઘણા દાતાઓની આર્થિક મદદથી હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા આજે ગાંધીજયંતીના રોજ વેરાવળ પાટણ નગરપાલિકાના ડો. બાબાસાહેબ આંબેડકર હોલમાં આધુનિક સાધનો સુવિધાથી સજ્જ કોમ્પોનન્ટ બ્લડ સેન્ટરનો પ્રારંભ થયો હતો જેનો વેરાવળ, સુત્રાપાડા, તાલાલા, કોડીનાર, ઉના અને ગીર ગઢડા ના લોકો આ ઉપરાંત દીવ તેમજ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ માળિયા માંગરોળ સુધીના લોકો લાભ મળશે જિલ્લામાં 72 થી વધુ થેલેસેમિયા મેજર બાળકોને અવારનવાર બ્લડ ની જરૂરિયાત રહે છે તે લોકોને પણ હવે બહાર જવું નહીં પડે તેવા આધુનિક સુવિધાથી સજજ એવી બ્લડબેંકની જરૂરિયાત પૂરી થશે. આ ઉપરાંત રાહત દરે ફિઝિયોથેરાપી સેન્ટર ,ડેન્ટલ ક્લિનિક, પેથોલોજી લેબોરેટરી ,પ્રધાનમંત્રી જન સુવિધા કેન્દ્રની ફાર્મસી ,ફસ્ર્ટ એડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનિંગ સેન્ટર, થેલેસેમિયા અવરનેસ એન્ડ પ્રિવેન્શન કાર્યક્રમ ની પ્રવૃત્તિઓ સહિતની આ સેન્ટર ખાતે પ્રારંભ થતા જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ સમાન બનશે.
ગાંધીજયંતિએ ગિર સોમનાથ જિલ્લાવાસીઓને આરોગ્યલક્ષી ભેટ
