મુખ્યમંત્રી પધારતા હોય તે રૂટ પરના રોડ રાતોરાત બન્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાને ખુલ્લો મુકવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા.28 ના રોજ જૂનાગઢ મુલાકાતે હોય એવા સમયે શહેરની આમ જનતા વર્ષોથી ઉબડ ખાબડ તૂટેલા રસ્તાથી ત્રસ્ત છે ત્યારે શહેરમાં ગઈકાલ અડધા ઇંચથી વધુ વરસાદ વરસી રહ્યો હતો એવા સમયે ડામર રોડ બની રહ્યા હતા હવે તેની ગુણવતા કેટલી હશે એતો તમામને ખબર છે.
જે રૂટ પરથી મુખ્યમંત્રી પસાર થવાના છે તે રૂટ પણ રાતોરાત રોડ બની ગયા અને ડિવાઈડર સહીત સફાઈ કામગીરી શરુ કરી દેવામાં આવી ત્યારે લોકો માંથી એવા પ્રશ્ર્ન જોવા મળેછે કે અમે ટેક્સ ભરી ભરીને થાકી ગયા પણ સારા રસ્તા ન મળ્યા.