ખાસ-ખબર સંવાદદાતા
આજે રેલવે પ્રોટેક્શન ફોર્સ (રેલવે પોલીસ-મોરબી) દ્વારા સેવી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો માટે ’જાગૃતિ અભિયાન’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ માર્ગદર્શન સેમીનારમાં રેલ્વે પોલીસના અધિકારીઓ દ્વારા સેવી ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી અને તેમાં અભ્યાસ કરતા બાળકોને રેલવે વિભાગ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. રેલવે પોલીસના પીએસઆઈ અજયસિંહ ગોહિલ તથા તેમના સ્ટાફ દ્વારા બાળકોને રેલ્વે પ્રવાસ દરમિયાન અજાણ્યા વ્યક્તિથી પોતાની જાતને કેવી રીતે બચાવવું, કોઈપણ અજાણી વ્યક્તિને પોતાની માહિતી ન આપવી, એમની પાસેથી કોઈપણ વસ્તુ ન લેવી અને તે ઉપરાંત રેલ્વે પ્રવાસ દરમિયાન કોઈપણ મુશ્કેલી ઊભી થતા રેલવે પોલીસનો સંપર્ક કઈ રીતે કરી શકાય તે માટે ઈમરજન્સી નંબરની પણ માહિતી આપી જેથી સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ’જાગૃતિ અભિયાન’ માટે રેલ્વે પોલીસનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.