અધિકારીઓ દ્વારા ટાઇટલ શોલ્ડર લગાવી પોલીસ કુટુંબ ભાવના ઉજાગર કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ શહેરનાં પોલીસ કમિશ્ર્નર જી.એસ.મલિક સંયુક્ત પોલીસ કમિશ્ર્નર બ્રિજેશ ઝા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્ર્નર સર્ફીન હશન દ્વારા પોલીસ પરિવારમાં ખરા અર્થમાં કુટુંબીક ભાવના ઉજાગર કરી હતી.
અમદાવાદ શહેરમાં પોલીસ કમિશ્ર્નર જ્ઞાનેન્દ્રસિંઘ મલીક દ્વારા અમદાવાદ શહેર ખાતે પોલીસ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા 171 જેટલા પોલીસ કર્મચારીઓને હેડ કોન્સટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવેલ હતા જેમાં જે.ડીવીઝન વિસ્તારના ચારેય પોલીસ સ્ટેશનના 8 પોલીસ કોન્સટેબલને હેડ કોન્સટેબલ તરીકે પ્રમોશન સાથે નિમણૂક મળતા તેઓને મદદનીશ પોલીસ કમિશ્ર્નર જે.ડીવીઝન પ્રદિપસિંહ જાડેજા તથા મણીનગર પીઆઇ દિપક ઉનડકટ, વટવા પીઆઇ કુલદિપ ગઢવી તથા જીઆઇડીસી પીઆઇ એન.ડી.નકુમ દ્વારા પોતાની જાતે સોલ્ડર ઉપર હોદાની રેંક શોલ્ડર ઉપર લગાડી બહુમાન કરીને રેંક સેરેમની ઉજવણી કરી હતી. જયારે અધિકારીઓ દ્વારા બહુમાન કરીને જાતે ટાઇટલ શોલ્ડર લગાવી બહુમાન આપવામાં આવે તેવા કિસ્સાઓ જવલે જ જોવા મળે છે. જયારે અધિકારીઓ દ્વારા પ્રમોશન મેળવી નવી જગ્યાએ નિમણૂક અંગે શુભકામના પાઠવવામાં આવેલ આવી પહેલથી પોલીસ ખાતામાં કુટુંબ ભાવના અને ટીમ ભાવના ઉજાગર થયેલ હતી.