નવા મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઈ
ફતેહસિંહ તેજુભા જાડેજા ચેરિટેબલ ટ્રસ્ટ વાવડીને સ્મશાન માટે જમીનની ફાળવણી કરવા, આરોગ્ય કેન્દ્રમાં નવી કેડરની જગ્યા ઉભી કરવા, જુનિયર ડેટા એન્ટ્રી ઓપરેટરની જગ્યા અને કર્મચારીઓને પગાર ધોરણોનો લાભ આપવા સહિતની 4 દરખાસ્ત મંજૂર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું જેમાં વાવડી સ્મયશાનને લગતી જમીન નીમ કરવા, ચીફ ફાયર ઓફિસરની સેવા પેન્શમનના હેતુ માટે સળંગ ગણવા, આરોગ્યસ કેન્દ્રોામાં નવી કેડર, જુનિયર ડેટા એન્ટ્રીા ઓપરેટરને સુધારેલા પગાર ધોરણ સહિતના લાભ આપવાની સ્ટેઓ.કમિટીએ મંજૂર કરેલી દરખાસ્તુ સામેલ હતી જે સર્વસંમતિથી મંજૂર કરાઈ હતી. જ્યારે વિપક્ષી કોર્પોરેટર ભાનુબેન સોરાણીએ રોગચાળાના પ્રશ્ર્નો પૂછતા તેને અટકાવવામાં આવ્યા હતા. પ્રથમ પ્રશ્ર્ન ભાજપના કોર્પોરેટર જ્યોત્સનાબેન ટિલાળા આવાસ મુદ્દે કરવાના હતા પરંતુ ભાનુબેને પૂછતા તેને અટકાવાયા હતા જેમાં અન્ય ભાજપના કોર્પોરેટરોએ ટેકો આપ્યો હતો. જેને લઈને ભાનુબેન સોરાણીએ જનરલ બોર્ડમાંથી વોકઆઉટ કર્યું હતું. આ બોર્ડમાં વોર્ડ નં. 10ના કોર્પોરેટર જ્યોમત્સકનાબેન ટીલાળાના પ્રશ્ર્નથી જનરલ બોર્ડનો પ્રારંભ થશે. જેમાં શહેરમાં કેટલા હોકર્સ ઝોન આવેલા છે ? માસિક આવક કેટલી થાય છે ? નવા હોકર્સ ઝોન બનાવવાનું આયોજન શું ? છેલ્લા એક વર્ષમાં કેટલા આવાસો આવાસ યોજના વિભાગે ખાલી કરાવ્યાવ ? રખડતા પશુઓને પકડવા કેટલી ટીમો કાર્યરત છે ? શહેરમાં કેટલા પશુઓની નોંધણી કરેલી છે સહિતના પ્રશ્ર્નો પૂછયા હતી જેના સંબંધિત વિભાગના અધિકારીઓએ જવાબ આપ્યા હતા. જનરલ બોર્ડમાં ભાજપના 17 સભ્યોાએ 35 પ્રશ્ર્નોતરી કરવાના હતા જ્યારે કોંગ્રેસના ભાનુબેન સોરાણી અને મકબુલ દાઉદાણીએ ત્રણ-ત્રણ સવાલો રજૂ કરવાના હતા પરંતુ આવું ત્રીજી વખત એવું બન્યું હતું કે, એક જ પ્રશ્ર્નમાં આખું જનરલ બોર્ડ પુરૂં કરી દેવાયું હતું.
આવાસના મકાન ભાડે આપવા બદલ 2 સામે પોલીસ ફરિયાદ
વોર્ડ નં-10ના ભાજપના કોર્પોરેટર જ્યોત્સનાબેન ટિલાળાએ કમિશનરને આવાસ સંબંધી પ્રશ્ર્નો કર્યા હતા. જેમાં આવાસની કેટેગરી, કેટલા આવાસ સીલ કર્યા, તેની આવક મર્યાદા, કેટલા ટકા અનામત સહિતના પ્રશ્ર્નો કર્યા હતા જેના જવાબમાં આવાસ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, આવાસના લાભાર્થી અન્યને ભાડે આપે તો નોટિસ ફટકારીએ છીએ ત્યારબાદ ન માને તો દંડ ફટકારીએ છીએ અને ત્યારબાદ પોલીસ ફરિયાદ કરીએ છીએ આમ આ કિસ્સામાં બે ફરિયાદ દાખલ થઈ છે. ઈડબલ્યુએસ પ્રકારના મકાન, એલઆઈજી અને એમઆઈજી પ્રકારના આવાસોની ફાળવણી કરવામાં આવે છે જેમાં એસસી, એસટી, દિવ્યાંગ અને પૂર્વ આર્મી અધિકારીઓ માટે આવાસની ફાળવણી કરવામાં આવે છે ત્યારબાદ સામાન્ય કેટેગરીને ફાળવણી થાય છે. એપ્રિલ-2023થી લઈને અત્યાર સુધીમાં કુલ 51 આવાસને સીલ કરાયા છે અને 1.5 લાખની રકમ દંડ પેટે ઉઘરાવવામાં આવી છે.
- Advertisement -
દબાણ હટાવ શાખા પાથરણાવાળા પાસેથી પૈસા ઉઘરાવે છે
જનરલ બોર્ડમાં વોર્ડ નં-6ના ભાજપના કોર્પોરેટર ભાવેશભાઈ દેથરીયાનો આક્ષેપ કર્યો હતો કે, દબાણ હટાવ શાખા જ્યારે ચેકિંગ કરવા જાય છે ત્યાંથી પાથરણાવાળાનું દબાણ હટાવે છે અને પછી પૈસા લઈને તેને ફરીથી બેસવા દે છે.