ચટણીમાં સિન્થેટિક કલર મળી આવતા કાર્યવાહી થશે: 20 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
ખાણીપીણીના વેપારીઓ નફો રળવા માટે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ મનપાની ફૂડ શાખા ચેકિંગ કરી રહી છે ત્યારે ફૂડ વિભાગ દ્વારા “ઈશ્ર્વરભાઈ ઘૂઘરાવાળા” હાથીખાના શેરી નં.13, રામનાથ કૃપા રાજકોટ મુકામેથી ઈશ્ર્વરભાઈ લાલજીભાઇ કાકુ પાસેથી લેવાયેલા “મીઠી ચટણીના નમૂના તપાસ બાદ સિન્થેટિક ફૂડ કલર અને સનસેટ યેલ્લોની હાજરી હોવાને કારણે નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ વિભાગની ટીમ તથા ફૂડ સિક્યોરીટી વાન સાથે શહેરના રામ પાર્ક, આજી ડેમ ચોકડી પાસે -માંડા ડુંગર, વિમલનગર ચોક, એ.જી. ચોક- હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 37 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં અપાઈ જ્યારે 30 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
કોઠારીયા રોડ પરથી લૂઝ દૂધના નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ 03 નમૂના લેવામાં આવ્યા છે. કોઠારીયા રોડ પર આવેલી કનૈયા, જય કિશાન અને ન્યુ કૈલાશ ડેરી ફાર્મમાંથી લૂઝ દૂધના નમૂના લેવામાં આવ્યા છે.