આજે ઋષિ પંચમી છે. ઋષિ પંચમી પર સપ્તઋષિઓની પૂજા કરવામાં આવે છે, તેમના આશીર્વાદથી અજાણતાં થયેલા પાપોનું પ્રાયશ્ચિત થાય છે.
આજે ઋષિ પંચમી છે. પંચાંગ અનુસાર આજે ભાદરવા સુદ પાંચમ, વિશાખા નક્ષત્ર, વિષકુંભ યોગ અને બુધવાર છે. ઋષિ પંચમી પર સપ્તઋષિઓની પૂજા કરવામાં આવે છે, તેમના આશીર્વાદથી અજાણતાં થયેલા પાપોનું પ્રાયશ્ચિત થાય છે. આજે બુધવારે દિવસે બુધ દોષથી મુક્તિ મેળવવા માટે લીલા કપડાં, લીલા ફળ, મગ, લીલો ચારો તથા અન્ય લીલા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. કુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો બુધના બીજ મંત્રનો જાપ કરો. બુધવારે વ્રત કરવાથી અને ભગવાન ગણેશની પૂજા કરવાથી બુધ ગ્રહ મજબૂત બને છે. આજે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગનું નિર્માણ થાય છે. આ ત્રણ શુભ યોગ બપોરે 02:59 વાગ્યાથી શરૂ થશે અને આવતીકાલે સવારે પૂર્ણ થશે.
- Advertisement -
ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે આજે સિંદૂર અને દુર્વાની 21 ગાંઠ કરો અર્પણ કરો. મોદક અથવા મગના લાડવાનો ભોગ ધરાવો. ગણેશ ચાલીસાના પાઠ કરો અને ભગવાન ગણેશની આરતી કરો. જે લોકો બુધવારનું વ્રત કરે તેમણે, બુધવારના વ્રતની કથા સાંભળવી. સંકટથી મુક્તિ મેળવવા માટે સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ કરો. હાલમાં ચાલી રહેલ ગણેશોત્સવ દરમિયાન ગણપતિ બાપ્પાને મનપસંદ ભોગ ધરાવો, જેથી સફળતા મળશે. આજના પંચાંગ વિશે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે.