-અંતે ભંગાર મળ્યો
એક અજીબ ઘટનામાં અમેરિકાના હવાઈદળનું એફ-35 ફાઈટર વિમાન અચાનક જ ‘ગુમ’ થતા તેની શોધ માટે લોકોની મદદ માંગવામાં આવી હતી. અમેરિકાની મરીન-કોરનું આ ફાઈટર જેટ વિમાન ઉડાન સમયે જ ગાયબ થઈ ગયું હતું.
- Advertisement -
દક્ષિણ કૈરોલિના ના નોર્થ ચાર્લ્સટન એરબેઝથી આ વિમાને ટેક ઓફ કર્યુ હતું અને રવિવારે બપોરે તે ઉડાન પર હતું તે સમયે પાઈલોટે ઓચિંતા જ આ વિમાનમાંથી ઈન્જેકટ કર્યુ અને વિમાન હવામાં ઉડતું હતું તે હવામાં જ ગાયબ થઈ ગયું અને પાઈલોટને ઈજાગ્રસ્ત હાલતમાં એક હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. વિમાન હવામાં ગાયબ થયા બાદ કલાકો સુધી તેનો સંપર્ક થઈ ન શકતા અને તે કયાં તુટી પડયું છે તે પણ કોઈ કલુ નહી મળતા હવાઈદળ સાવધ થઈ ગયું અને મરીન તથા ડિફેન્સની ટુકડીઓ વિમાનને ‘શોધવા’ કામે લાગી હતી.
આ દુર્ઘટનાને કલાસ એ એવીએશન દુર્ઘટના તરીકે જાહેર કરાઈ હતી અને છેલ્લા છ સપ્તામાં આ પ્રકારની ત્રીજી દુર્ઘટના હતી. બે દુર્ઘટના ઓગષ્ટ માસમાં જ બનતા મરીને તેની તમામ ફાઈટર ઉડાન હાલ રદ કરી છે. જો કે કલાકોની શોધખોળ બાદ વિમાનનો ભંગાર સાઉથ કેરોલીનામાં એક ખેતરમાંથી મળી આવતા અધિકારીઓને ‘હાથ’ થઈ હતી.
આ વિમાનની કિંમત રૂા.8 કરોડ ડોલર એટલે કે રૂા.665 કરોડ ગણવાય છે અને દુનિયાના સૌથી આધુનિક લડાયક વિમાનમાં સ્થાન મેળવે છે. આ વિમાન ગુમ થયા બાદ ડિફેન્સ વિભાગે એકસ પર પોષ્ટ કરતા લખ્યુ કે આ વિમાન અંગે કંઈ જાણકારી હોય તો તે ડિફેન્સ ઓપરેશન સેન્ટર કે શેરીફને મોકલી શકાશે. જો કે બાદમાં એક પોલીસ હેલીકોપ્ટરે જ વિમાનનો ભંગાર બે ઝરણા વચ્ચેથી શોધી કાઢયો.