રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટને ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધ્યોગીકી વિભાગનાં નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) હેઠળ વિકસાવામાં આવેલ છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી, જાગરૂકતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે. રીજીઓનલ સાયન્સ સેન્ટર – રાજકોટમાં આજદીન સુધીમાં આશરે 1 લાખ 35 હજારથી વધુ મુલાકાતીઓ કે જેમાં 650થી પણ વધુ શૈક્ષણિક સંસ્થાઓના 70 હજારથી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધેલ છે. રીજીઓનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા “લોકો દ્વારા, લોકો માટે” નો અભિગમ અપનાવી વખતોવખત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકો, ગૃહિણીઓ, સિનિયર સિટીઝન સહિત તમામ વયજૂથનાં લોકો માટે વિવિધ વર્કશોપ્સ, એક્ટિવિટીઝ અને સેમિનારનું આયોજન કરવામા આવે છે.
ભારતરત્ન શ્રી એમ. વિશ્વેશ્વરાયની જન્મજયંતિની યાદમાં દર વર્ષે 15 સપ્ટેમ્બર નાં દિવસે ‘એન્જિનીયર્સ ડે’ તરીકે ભારતભરમાં ઉજવવામાં આવે છે. શ્રી એમ. વિશ્વેશ્વરાય એક મહાન એન્જિનીયરનો દરજ્જો ધરાવે છે અને તેથી જ તેમને 1955માં ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તેમને બ્રિટિશ નાઈટહુડ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી એમ. વિશ્વેશ્વરાયનો જન્મ 15 સપ્ટેમ્બર 1861ના રોજ થયો હતો. તેમની જન્મજયંતિને રાષ્ટ્રીય એન્જિનિયર્સ દિવસ તરીકે સમર્પિત કરવામાં આવી હતી. કોઈપણ દેશના વિકાસમાં ઇજનેરોની મહત્વની ભૂમિકા હોય છે. એન્જિનિયરોના યોગદાનથી જ દેશ આગળ વધે છે અને પ્રગતિ કરે છે. આ ઇજનેરો એટલે કે રાષ્ટ્ર નિર્માતાઓના યોગદાનને યાદ કરવા અને સન્માનિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
- Advertisement -
રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે સરકારી ઈજનેરી કોલેજ – રાજકોટના સંયુક્ત ઉપક્રમે ‘એન્જિનીયર્સ ડે’ની ઉજવણી કરવામાં આવી. જેમાં, સરકારી ઈજનેરી કોલેજનાં તજજ્ઞ પ્રોફેસરો શ્રી કે.બી. રાઠોડ, શ્રી પી. એમ. પીઠડીયા, શ્રી આર. ડી. મહેતા અને શ્રી ડી. ડી. પંડયા દ્વારા ઈજનેરી ક્ષેત્ર આધારીત વિવિધ અભ્યાસક્રમો અંગેની વિસ્તૃત્ત માહિતી અને માર્ગદર્શન, અભ્યાસ દરમ્યાન મળતી વિશેષ શિષ્યવૃતિઓની સુવિધાઓ અને અભ્યાસક્રમો પૂર્ણ કર્યા બાદ સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ, સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલિસી હેઠળ મળવાપાત્ર નાણાકીય અને અન્ય સહાયો અંગેનું વિસ્તૃત માર્ગદર્શન, ઉપરાંત લોકલ ઇનોવેટર્સ માટે તકો વિષે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ.
રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ અને સરકારી ઈજનેરી કોલેજ – રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજીત ‘એન્જિનીયર્સ ડે’ની ઉજવણી કાર્યક્રમમાં આશરે 350થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો અને ઈજનેરી ક્ષેત્રે કારકિર્દી બનાવવાં માટે પ્રેરિત થયાં હતા. આ કાર્યક્ર્મની સફળતા માટે રિજિયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
- Advertisement -
રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી – રાજકોટ)
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST), વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ (DST), ગુજરાત સરકાર.
ઈશ્વરીયા પાર્ક પાસે, માધાપર, રાજકોટ-360006. ફોન: 0281-2992025