રાજકોટના સાંસ્કૃતિક વારસા અને સુંદરતાનું અન્વેષણ કરતા ફોટોગ્રાફ્સના મનમોહક સંગ્રહનું પ્રદર્શન ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (INTACH) રાજકોટ ચેપ્ટર અને કલા કલેક્ટિવ તરફથી “ફ્રેમિંગ અવર રૂટ્સ” શીર્ષક હેઠળ આગામી તા.17 થી 19 મી સપ્ટેમ્બર દરમિયાન સવારે 10:30 થી સાંજે 08:00 વાગ્યા સુધી નવી કલેકટર કચેરીની સામે જામટાવર ખાતે યોજાશે.
પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકની કચેરી (રાજકોટ વર્તુળ), રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજકોટના વ્યાવસાયિકોએ આયોજક ટીમના અનોખા સહયોગથી આયોજિત “ફ્રેમિંગ અવર રૂટ્સ” પ્રદર્શન માટે પ્રતિભાશાળી ફોટોગ્રાફરોએ કુશળતાપૂર્વક એવી ક્ષણોને કેદ કરી છે જે આપણને આપણા વારસા સાથે જોડે છે.
- Advertisement -
ઇન્ટેક રાજકોટ ચેપ્ટરના કન્વીનર આર્કિટેક્ટ રિદ્ધિ શાહ, રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી, વોટસન મ્યુઝિયમ આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને ક્યુરેટરસંગીતાબેન અને સુપરિન્ટેન્ડીંગ આર્કિયોલોજિસ્ટ સિદ્ધા શાહનો આ પ્રદર્શન યોજવામાં સહયોગ બદલ ટીમ ઇન્ટેક દ્વારા આભાર સાથે રસ ધરાવતા દરેક કલારસિકોને જોડાવા આમંત્રણ પાઠવ્યું છે.



