ડે.મેયર, કોર્પોરેટર સહિતના સમર્થકો ઉમટી પડ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેનેટની જુદી જુદી બેઠકોની ચૂંટણીઓ તબક્કાવાર યોજાઇ રહી છે. ત્યારે આજે કોમર્સ ફેકલ્ટીના રજિસ્ટર ગ્રેજ્યુએટ શાખામાં સેનેટ સભ્ય માટેના ઉમેદવાર તરીકે ભરતસિંહ જાડેજાએ ફોર્મ ભર્યું હતું. જેના સમર્થનમાં ડો.પરેશ રબારી, સેનેટ મેમ્બર ડો.રેખાબા જાડેજા, કોર્પોરેટર નીરૂભા વાઘેલા, કોર્પોરેટર ડો.રાજેશ્રીબેન ડોડિયા, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, વોર્ડ નં-12ના પ્રમુખ યોગેન્દ્રસિંહ જાડેજા, ભાજપ અગ્રણી યોગરાજસિંહ જાડેજા, રત્નદીપસિંહ જાડેજા, અજયસિંહ વાઘેલા, ડે.મેયર ટીકુભા જાડેજા, દિલીપસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા પ્રતિપાલસિંહ ગોહિલ, સત્યજીતસિંહ જાડેજા, હિતુભા વાઘેલા હિતુભા વાઘેલા, રાજવીરસિંહ વાળા, રામદેવસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા ભગીરથસિંહ ઝાલા, ચંદ્રસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.