ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ આજરોજ શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિતે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને ધન્યતા અનુભવી હતી આતકે સોમનાથ પધારેલ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ એ જણાવ્યું હતું કે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની વરણીઓ બાબતે તેમણે જણાવ્યું હતું કે તમામ જ્ઞાતિઓ અને ભણેલ ગણેલ વ્યક્તિઓને યોગ્ય સ્થાન મળશે.આ વખતે કોઈને રીપીટ કરવામાં આવ્યા નથી જેથી નવા વ્યક્તિઓને તક મળશે તેમ મીડિયા સમક્ષ વાત કરી હતી.